શોપિયા એન્કાઉન્ટરમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે મોડી રાત્રે અથડામણ થઈ. સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં મોડી રાત્રે આતંકવાદીઓ સાથે સેાનું એન્કાઉન્ટર ચાલ્યું, જેમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર શોપિયાના કેલ્લર વિસ્તારમાં થયું. એનકાઉન્ટરમાં સીઆરપીએફ જવાન, સેનાના જવાન અને જમ્મુ તથા કાશ્મીર પોલીસના જવાન સામેલ હતા. મોડી રાત્રે ચાલેલ આ એન્કાઉન્ટર બાદ બે મૃતદેહ મળી આવ્યા છે. આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. જાણકારી મુજબ એન્કાઉન્ટર ખતમ થઈ ગયું છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

જણાવી દઈએ કે અગાઉ બુધવારે આતંકવાદીઓએ શોપિયામાં એક યુવકને ગોળી મારી હત્યા કરી હતી. મૃતકની ઓળખ શોિયાના બેમનીપોરાનો રહેવાસી 24 વર્ષીય તનવીર અહમદના રૂપમાં થઈ છે, જેનો મૃતદેહ કચૌરાથી મળી આવ્યો. આ મામલામાં પોલીસે કેસ નોંધી લીધો છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે યુવકને ઘર પાસે આતંકવાદીઓએ ગોળી મારી હતી. ગોળી લાગ્યાના તુરંત બાદ જ તનવીર અહમદને નજીકના હોસ્પિટલે ખસેડવાામં આવ્યો હતો જ્યા ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
Shopian: 3 terrorists killed in an encounter between terrorists & security forces in Keller area. Weapons also recovered. Operation in progress. CRPF, Army & J&K police had launched a joint operation in the early hours today.#JammuAndKashmir (visuals deferred by unspecified time) pic.twitter.com/dZpwwhxzBh
— ANI (@ANI) March 28, 2019
આ પણ વાંચો- બેનકાબ થયું પાકિસ્તાન, ભારત વિરુદ્ધ લડાકૂ વિમાન F-16નો કર્યો હતો ઉપયોગ
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
