For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેનકાબ થયું પાકિસ્તાન, ભારત વિરુદ્ધ લડાકૂ વિમાન F-16નો કર્યો હતો ઉપયોગ

બેનકાબ થયું પાકિસ્તાન, લડાકૂ વિમાન F-16નો કર્યો હતો ઉપયોગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક બાદ ભારતીય ફાઈટર જેટના હુમલાના જવાબમાં પાકિસ્તાને એફ-16 ફાઈટર જેટનો ઉયોગ કર્યો જેને લઈ પાકિસ્તાનનું જૂઠ બેનકાબ થઈ ગયું છે. ભારત તરફથી એર સ્ટ્રાઈકના એક દિવસ બાદ 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે પાકિસ્તાને એફ-16નો ઉપયોગ નહોતો કર્યો.

pakistan

પરંતુ હુમલાના પાંચ દિવસ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ નેશનલ એસેમ્બલીમાં દાવો કર્યો હતો કે તેમણે 27મી ફેબ્રુઆરીએ બે પાયલોટ પકડ્યા હતા. તેમાંથી એક વિંગ કમાન્ડર નૌમાન અલી ખાન હતા, જેમની ભારતીય વિમાન પર હુમલો કરવા બદલ પાકિસ્તાન વિધાનસભામાં પ્રશંસા થઈ હતી. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ વિંગ કમાન્ડર ખાન પાસે એક દશકથી વધુ ફ્લાઈંગ રેકોર્ડ છે અને તેઓ એક કેરિયર એફ 16ના પાયલટ છે. જ્યારે પાકિસ્તાન સતત કહી રહ્યુ્ં છે કે તેમણે ભારત સાથેના તણાવ વચ્ચે એફ 16નો ઉપયોગ નહોતો કર્યો.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ નૌમાન અલી ખાને જુલાઈ 2010માં નેવાદાના નેલિસ બેઝમાં અમેરિકી વાયુસેના સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો હતો. તેનો ફોટો પણ સામે આવ્યો છે. જેમાં વિંગ કમાન્ડર નૌમન અલી ખાનની નેલિસ બેઝમાં એક સમૂહ સાથે તસવીર પણ છે. આ તસવીરથી પાકિસ્તાની પાયલટે એફ 16ના ઉડાણ ભરવાની પુષ્ટિ કરી અને અમેરિકામાં દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત હવાઈ યુદ્ધ રમતમાંથી એકમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું. જે બાદ પાકિસ્તાનના નેશનલ ડેની પણ એક તસવીર સામે આવી છે જેમાં વિંગ કમાન્ડર નૌમાન અલી ખાનની ક્લિપ જોવા મળી રહી છે. આ સબુતો પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાને એફ 16નો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો- એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનાર સામ પિત્રોડાને કોંગ્રેસે આપી મોટી જવાબદારી

English summary
Pakistan lie exposed once again flew F-16 jets to attack India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X