For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌરીકુંડમાંથી મળી 3 વર્ષની માસૂમ બાળકી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

child.jpg
દહેરાદૂન, 28 જૂન: ઉત્તરાખંડમાં આવેલી ત્રાસદી બાદ દર્દનાક કહાણીઓ સામી આવી રહી છે. દહેરાદુન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડિજાસ્ટર વોર્ડમાં એક ત્રણ વર્ષની બાળકી એડમિટ છે. ગૂંચવાયેલા વાળ, કરમાઇ જવાથી કાળી પડી ગયેલી સ્કિન અને બંને પગ પર પ્લાસ્ટર લગાવેલું છે. પ્રથમ નજરમાં અંદાજો લગાવી શકાય છે કે આ કેવી પરિસ્થિતીઓમાંથી પસાર થઇ હશે. આ બાળકીને થોડાં દિવસો ગઢવાલના ઉપરી વિસ્તારમાંથી લાવારિસ સ્થિતીમાં મળી આવી હતી.

અઠવાડિયા પહેલં ગૌરીકુંડમાં ફસાયેલા તીર્થયાત્રીઓને 3 વર્ષની આ માસૂમ બાળકી જંગલમાં લાવારિશ હાલતમાં મળી હતી. બાળકી ઘાયલ હતી અને તેની હાલત એકદમ નાજુક હતી. બચાવદળે તીર્થયાત્રીઓને રેસ્ક્યૂ કર્યું અને તે બાળકીને ઋષિકેશ લાવીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બે દિવસ સુધી અહી સારવાર કરવામાં આવી, પરંતુ પરિસ્થિતીમાં સુધારો થઇ રહ્યો ન હતો, 5 દિવસ પહેલાં દહેરાદુન ચાઇલ્ડ હેલ્પલાઇને આ બાળકીને પોતાની દેખરેખ હેઠળ રાખતાં દહેરાદુન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. ત્યારથી અહી તેની સારવાર ચાલી રહી છે. હજુ સુધી બાળકીના માતા પિતા વિશે જાણ થઇ નથી.

દહેરાદુન હોસ્પિટલમાં બાળકીની સારવાર કરનાર ડૉક્ટરોએ જણાવ્યું હતું કે બાળકીના શરીરમાં લોહી ઉણપ સર્જાઇ હતી માટે તેને લોહી ચઢાવવામાં આવ્યું હતું. ડૉક્ટર એન એસ બેદીએ જણાવ્યું હતું કે બાળકીના બંને પગ ભાંગી ગયા છે અને તેના પર પ્લાસ્ટર ચઢાવવામાં આવ્યું છે. જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, ત્યારે તેની હાલત એકદમ ખરાબ હતી. હવે ધીરે ધીરે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. સમસ્યાએ છે કે તે એટલી નાની છે કે તે પોતાના પરિવાર કે ફેમિલીના એડ્રેસ વિશે કંઇ બતાવી શકતી નથી.

ચાઇલ્ડ હેલ્પલાઇનના અધિકારી નેહા શર્માએ જણાવ્યું હતું કે તેમને આ બાળકી રવિવારે ઋષિકેશમાં મળી હતી. તેમને કહ્યું હતું કે અમે આ બાળકીને દહેરાદુન લઇ જઇએ જેથી સારી કરી શકાય. બાળકીના માતા-પિતા કે પરિવાર વિશે કોઇ જાણ થઇ નથી. બાળકી ખુશ રાખવા માટે તેની પથારીની આસપાસ રમકડાં રાખવામાં આવ્યાં છે. આ બાળકી મોટાભાગે ઉંઘી રહે છે, પરંતુ આંખ ખુલતાંની સાતેહ માતાને શોધવા લાગે છે.

જો તમને આ માસૂમ બાળકીના પરિવારજનો વિશે માહિતી મળે તો આ હેલ્પલાઇન નંબરો 0120-2511182 તથા 0120-2515232 કોલ કરવો.

English summary
The doctors at the Dehradun district hospital have been treating a three-year-old baby, who was found abandoned at Gaurikund in Uttarakhand, for the past five days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X