મોદી સરકારના 3 વર્ષ:સામાન્ય જનતાના 'સારા દિવસો' શરૂ થયા?

Written By:
Subscribe to Oneindia News

બે વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીની સરકાર પર વિપક્ષે ટિપ્પણી કરી હતી કે, તેમની સરકાર સૂટ-બૂટની સરકાર છે. આ વાતને મન પર લઇ લીધી હોય તેમ, ભાજપની આગેવાનીમાં એનડીએ સરકારને ત્રણ વર્ષ પૂરા થતાં સુધીમાં સરકારે પોતાની નીતિમાં ઘણું પરિવર્તન કર્યું છે. સરકારે સામાજિક કલ્યાણની યોજનાઓ પર ભાર મુકતાં દેશના ગરીબમાં ગરીબ નાગરિક સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે.

મોદી સરકારે ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ સરકારની આવી જ કેટલીક સામાજિક કલ્યાણની નવી, જૂની અને સુધારેલ યોજનાઓનો સર્વે કરવામાં આવ્યો છે. શું મોદી સરકાર સામાન્ય માણસોને સારા દિવસો આપવામાં સફળ રહી છે?

narendra modi

વિકલાંગ વ્યક્તિઓ માટે

ડિપાર્ટમેન્ટ ઓફ એમપાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસએબિલિટિઝ(DEPwD) હંમેશા વિકલાંગનો મદદ માટે હાજર રહે છે. આસિસ્ટન્સ ટુ ડિસએબલ્ડ પર્સન્સ ફોર પરચેઝ/ફિટિંગ ઓફ એપ્લાયન્સિસ(ADIP) યોજના હેઠળ નેત્રહીન અને શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓને જરૂરી ઉપકરણોની સહાય કરવામાં આવે છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના એક અહેવાલ અનુસાર, મોદી સરકારની સત્તા આવ્યા બાદ આ યોજના હેઠળ એક નવી પહેલ હાથ ધરવામાં આવી. સાંસદો પોતાના વિસ્તારમાં DEPwDના વિશેષ શિબિરોનું આયોજન કરવા લાગ્યા.

છેલ્લા 3 વર્ષોમાં સરકાર દ્વારા આ યોજના હેઠળ 4718 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ 6.40 લાખ વ્યક્તિઓને મળ્યો છે. આ પહેલાં વર્ષ 2012-13 અને 2013-14માં માત્ર 37 શિબિરોનું આયોજન થતું હતું.

DEPwdના જોઇન્ટ સેક્રેટરી અવિનાશ અવસ્થી, જેમણે વર્ષ 2014 અને વર્ષ 2017ની વચ્ચે યોજનામાં આવેલ આ પરિવર્તનનું નિરિક્ષણ કર્યું છે અને તેમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. તેમણે આ અંગે વાત કરતાં જણાવ્યું કે, "પહેલાં અમે આ યોજના હેઠળ વિવિધ એનજીઓને ઉપકરણો ખરીદવા માટે જરૂરી ફંડની ફાળવણી કરતા હતા. પરંતુ હવે આ યોજના પ્રત્યેનું સરકારનું વલણ બદલાયું છે. સૌથી મોટો ફેરફાર ALIMCO(આર્ટિપિશિયલ લિમ્બસ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના ઉત્પાદનમાં આવ્યો છે, આ ચીજવસ્તુઓની ગુણવત્તા સુધરી છે અને તેમાં કેટલીક વધુ ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે."

નવા મંત્રીની નિમણૂક સાથે જ આ યોજના સરકાર માટે લોકો સુધી પહોંચવાનો એક માર્ગ બની ગઇ. થાવર ચંદ ગેહલોતે આ યોજનાને અલગ સ્તર પર લઇ જવામાં સફળ થયા છે. સરકાર જે-તે જિલ્લાના વહીવટકારો સાથે મળીને પહેલેથી જ આ શિબિરો અંગે લોકોને જાણકારી આપે છે અને શિબિરના દિવસે વિવિધ બસોને વિકલાંગ વ્યક્તિઓની સેવામાં માટે સક્રિય કરવામાં આવે છે.

પડકારઃ આ યોજનામાં ગરીબીની રેખા નીચે જીવતા વિકલાંગ વ્યક્તિઓને જરૂરી ઉપકરણોની ફાળવણી માટે જોગવાઇ કરવામાં આવી છે. આમ છતાં શિબિરોનું આયોજન, સર્વે અને વધતી જતી માંગ વચ્ચે સંતુલન સાધવું એ સરકાર માટે મોટો પડકાર છે.

રોજગારમાં પરિવર્તન

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બજેટમાં સૌથી વધુ 48 હજાર કરોડની ફાળવણી છતાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટિ સ્કિમ(MNREGS/મનરેગા) યૂપીએ સરકારની નિષ્ફળતાના જીવિત સ્મારક સમાન છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં એનડીએ સરકારે ગ્રામીણ રોજગાર ક્ષેત્રે ઘણું પરિવર્તન આણ્યું છે.

ગ્રામીણ રોજગાર યોજનાના જોઇન્ટ સેક્રેટરી અપરાજિતા સારંગીનું કહેવું છે કે, વર્ષ 2014 બાદ આ યોજનામાં ઘણા પરિવર્તનો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, 'સરકાર તરફથી પહેલી પહેલના રૂપે એડવાઇઝરી સમાપ્ત કરવામાં આવી હતી. આ યોજનામાં એટલી બધી એડવાઇઝરી હતી કે, એ એકમેકની જ વિરુદ્ઘ જઇ રહી હતી. યોજના શરૂ થયા બાદ 1039 એડવાઇઝરી જાહેર થઇ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું, જેને અમે 64 પાનાંના દસ્તાવેજમાં સમાવી લીધી છે. ગ્રામ પંચાયત સ્તરે રજિસ્ટરોની સરેરાશ સંખ્યા હતી 22, જે હવે 7 થઇ છે. આ માટે સરકારે નિશ્ચિત સમય કરતાં વધુ કામ કર્યું છે. જૉબ કાર્ડ માટે પણ સરકારે ઘણી મહેનત કરી છે. સપ્ટેમ્બર 2016માં 13.04 જૉબ કાર્ડ હતા. અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ જૉબ કાર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે, 93.75 લાખ કાર્ડ કાઢી નાંખવામાં આવ્યા છે અને આ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવામાં આવી છે.'

મનરેગાના પડકારોઃ આ યોજના હેઠળ પગાર ચૂકવણીમાં થતો વિલંબ એ મોટો પડકાર છે. સરકારના અનુમાન અનુસાર, 52% મજૂર વર્ગમાં વેતનની ચૂકવણી 15 દિવસ મોડી થાય છે, આમાંથી 20% માં તો 15-30 દિવસનું મોડું થાય છે. આ માટે હાલ સરકારે 17 રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી રહી છે, આ યોજના હેઠળ લેણદેણનો ભાગ 95% રાખવામાં આવ્યો છે.

ઇંધણ

ગત વર્ષે 1 મેના રોજ જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(PMUY) શરૂ કરી, ત્યારે ઘણા લોકોનું માનવું હતું કે, આ યોજના સમાજિક ક્ષેત્રે મોટું પરિવર્તન આણશે. આ યોજના હેઠળ વાયદો કરવામાં આવ્યો હતો કે, ગરીબી રેખા હેઠળ જીવતા પાંચ કરોડ લોકોને ત્રણ વર્ષની અંદર એલપીજી કનેક્શન ફાળવવામાં આવશે.
આ યોજનાનો હેતુ હતો, ભોજન માટે સ્વચ્છ રાંધણ ગેસની ફાળવણી, જેથી ભારતીય ઘરો ધુમાડા-મુક્ત થઇ શકે. આ યોજના એટલી સફળ રહી કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતમાં આ યોજનાનો પણ ફાળો હતો, એમ કહેવામાં આવ્યું. સરકારે દ્વારા 694 જિલ્લાઓમાં 2.10 કરોડ એલપીજી કનેક્શન ફાળવવામાં આવ્યા છે, સૌથી વધુ કનેક્શન ઉત્તર પ્રદેશમાં ફાળવવામાં આવ્યા છે.

પડકારઃ ગ્રામીણ પરિવારોમાં પહેલીવાર સરકાર તરફથી એલપીજી કનેક્શન આપવામાં આવ્યું છે, જેને કારણે સુરક્ષા સંબંધી ચિંતાઓમાં વધારો થયો છે. આ કારણે સરકારે આવા વિસ્તારોમાં જ્યાં પણ મફથ કનેક્શનની ફાળવણી કરે છે, ત્યાં એક શિબિરનું આયોજન કરી સુરક્ષા ક્લિપ બતાવવામાં આવે છે અને આગની ઘટનાઓ નિવારવા માટેની જરૂરી જાણકારી આપવામાં આવે છે.

અપના ઘર

અપના ઘર, ખુદ કી છત - વર્ષ 2014માં સત્તામાં આવ્યા પહેલાં નરેન્દ્ર મોદીએ લોકોને આ વાયદો કર્યો હતો. આ યોજનાનું લક્ષ્ય ઘણું વિશાળ છે. પીએમ મોદીએ લોકોને વાયદો કર્યો હતો કે, ભારતની આઝાદીના 75મા વર્ષે 2022 સુધીમાં તમામ દેશવાસીઓ માટે ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ યોજનાને બે ભાગમાં વહેંચવામાં આવી છે, ગ્રામીણ અને શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના. ગ્રામીણ યોજના અંતર્ગત આ યોજના માટેની ફાળવણી રૂ.15 હજાર કરોડ(વર્ષ 2016-17)થી વધારીને રૂ.23 હજાર કરોડ(2017-18) કરવામાં આવી છે. શહેરી યોજના હેઠળ 2008 શહેરો અને ટાઉનમાં 17,73,533 વ્યાજબી ઘરો ફાળવવામાં આવ્યા છે, તે પણ વર્ષથી પણ ઓછા સમયગાળામાં. યૂપીએ સરકારે 10 વર્ષના સમયગાળામાં 1061 શહેરોમાં 13,82,768 ઘરો ફાળવ્યા હતા. વિવિધ શહેરોમાં ગરીબોના ઘર નિર્માણ માટે અત્યાર સુધીમાં 96,266 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે વર્ષ 2004-14 દરમિયાન માત્ર 32,713 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

પડકારઃ શહેરી યોજના હેઠળ કેટલાક વિસ્તારોમાં વ્યક્તિગત ક્ષેત્રે ભાગીદારની ખરાબ પરિણામો મળ્યાં છે. ઝૂંપટપટ્ટીના વિસ્તારો પુનર્વિકાસ માટે સંપૂર્ણપણે આ વ્યક્તિગત ક્ષેત્ર પર જ આધારિત છે, જે સરકાર માટે મોટી ચિંતાનો વિષય છે.

ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર(DBT)

ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર કે ડીબીટી એક રીતે સબસિડીને સીધા આધાર આઇડી સાથે જોડાયેલા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની વ્યવસ્થાને બદલવા માટે કરવામાં આવેલ પ્રયાસ છે. 1 જાન્યુઆરી, 2013ના રોજ કોંગ્રેસ નેતૃત્વવાળી યૂપીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજનાને એનડીએ સરકાર આગળ વધારી રહી છે.

બધા મંત્રાલયો, મનરેગા અને એલપીડી સબસિડીની સ્કોલરશિપ યોજનાઓ સીધી બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર ખૂબ ઝડપથી ડીબીટી હેઠળ નવી યોજનાઓ ઉમેરી રહી છે. આ આંકડો 134થી વધીને વર્ષ 2016-17માં 220 થયો છે. માર્ચ 2008 સુધીમાં કુલ 534 યોજનાઓને ડીબીટી હેઠળ આવરી લેવાનું સરકારનું લક્ષ્ય છે, જેમાં 300 રોકડ યોજનાઓના પણ સમાવેશ થાય છે.

પડકારઃ વ્યક્તિગત જાણકારીઓની સુરક્ષા એક સૌથી મોટો પડકાર છે.

English summary
3 years of modi government and big scheme started for people.
Please Wait while comments are loading...