For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે દિવસ બંધ રહેશે આ બેંકો, 30 પહેલા પતાવી દો જરૂરી કામ

આ સપ્તાહમાં સતત બે દિવસ સુધી ઘણી બેંકો બંધ રહેવાની છે. 30 અને 31 મે ના રોજ ઘણી બેંકોના કર્મચારીઓ હડતાળ પર જવાના છે.

|
Google Oneindia Gujarati News

આ સપ્તાહમાં સતત બે દિવસ સુધી ઘણી બેંકો બંધ રહેવાની છે. 30 અને 31 મે ના રોજ ઘણી બેંકોના કર્મચારીઓ હડતાળ પર જવાના છે. માટે તમારા માટે જરૂરી એ છે કે તમે બેંકના કામો તે પહેલા પતાવી દો. ઈન્ડિયન બેંક એસોસિએશન (આઈબીએ) એ બેંક કર્મીઓના પગારમાં મામૂલી વધારો કરવાના વિરોધમાં બે દિવસીય દેશવ્યાપી હડતાળ કરવાના છે. બેંક કર્મચારીઓના 9 યુનિયન આ હડતાળમાં ભાગ લઈ રહ્યા છે. જેના કારણે દેશના બધા સરકારી અને પ્રાઈવેટ બેંકના કર્મચારી અને અધિકારી 30 મે અને 31 મે ના રોજ બે દિવસીય દેશવ્યાપી હડતાળ પર જશે.

પગાર વધારાની માંગ ફગાવી દેતા ભડક્યા કર્મચારીઓ

પગાર વધારાની માંગ ફગાવી દેતા ભડક્યા કર્મચારીઓ

જો 30 મે પહેલા બેંક કર્મચારીઓની માંગ પર કોઈ ઠોસ આશ્વાસન ન મળ્યુ તો તેમની હડતાળ નક્કી માનવામાં આવી રહી છે. જો કે આ હડતાળની અસર પ્રાઈવેટ સેક્ટરની બેંકો પર ઓછી પડશે. કારણકે હડતાળમાં મોટાભાગે સરકારી બેંકોના કર્મચારીઓ શામેલ થશે. બેંક યુનિયનનું કહેવુ છે કે 5 મે ના રોજ આઈબીએ બેંક કર્મચારીઓના પગારમાં 2 ટકાના વધારા સહિત બે પ્રસ્તાવ આપ્યા હતા. જેને સરકારે ફગાવી દીધા હતા.

10 લાખ બેંક કર્મચારી કરશે હડતાળ

10 લાખ બેંક કર્મચારી કરશે હડતાળ

યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન એઆઈબીઓસી, એઆઈબીઈએ અને એનઓબીડબ્લ્યુ સહિત નવ સંગઠનોનું એક એકમ છે. જે બેંક કર્મચારીઓના હિત માટે કામ કરે છે. સરકાર દ્વારા માંગો ફગાવી દેવાતા યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયનના આહવાન પર દેશભરના 10 લાખ કર્મચારી બે દિવસ 30 મે અને 31 મે ના રોજ હડતાળ પર ઉતરવાના છે.

કાલ સુધીમાં પતાવી દો બેંકના કામ

કાલ સુધીમાં પતાવી દો બેંકના કામ

યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન(UFBU) ના સંયોજક દેવીદાસ તુલપુરકરે કહ્યુ હતુ કે, ‘બેંકોને જે પણ નુકશાન થઈ રહ્યુ છે તે તેમના બૈડ લોન વધવાને કારણે થઈ રહ્યુ છે. આના માટે કોઈ પણ પ્રકારના બેંક કર્મચારી જવાબદાર નથી.' દેશના સૌથી મોટા બેંક એસબીઆઈએ કહ્યુ કે જો 30 અને 31 મે ના રોજ બેંક કર્મચારી યુનિયને પ્રસ્તાવિત હડતાળ પર જાય તો બેંકિંગ સેવાઓ પર અસર પડશે. એસબીઆઈ, પીએનબી, બેંક ઑફ બરોડા, ઈલાહાબાદ બેંક, યુનિયન બેંક, યુકો બેંક સહિત પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરની બધી બેંકો આ હડતાળમાં શામેલ થશે. માટે જો તમારુ બેંકનું કોઈ કામ પેન્ડિંગ હોય તો તેને કાલ સુધીમાં પૂરુ કરી લેજો.

English summary
30 and 31 may bank closed due to bank workers strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X