નૌસેના અધિકારીની પત્નીનો ખુલાસો : 30 ટકા નેવી અધિકારીઓ તેમની પત્નીની અદલા બદલી કરે છે

નેવી ઓફિસરની પત્ની સુનંદા જણાવે છે કે, એક દિવસે જયારે તેમણે પોતાના પતિને બીજી મહિલા સાથે કઢંગી હાલતમાં જોઇને વિફરી ઉઠી હતી એને ચીસ પાડી બેસી હતી. આરોપો અનુસાર સુનંદાની આ હરકતથી બીજી મહિલાઓ ભડકી ઉઠી હતી અને તેને તમાચો માર્યો હતો એટલું જ નહિ ચુપ નહિ રહે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી.
આ ખુલાસામાં એવી વાત પમ બહાર આવી છે કે નેવીમાં રોજ પાર્ટી હોય છે. જેમાં મહિલાઓ અત્યંત અશ્લીલ કપડાં પહેરીને સામેલ થાય છે. સુનંદાના જણાવ્યા પ્રમાણે અહીં પત્નીઓની અદલા - બદલી સામાન્ય બાબત છે. જો કે વાઇફ અદલા - બદલીના આરોપોને નકારતા નેવીએ તપાસના આદેશ આપ્યા છે. સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટનીએ આ મામલાનો રિપોર્ટ માંગ્યો છે.
હાલ સુનંદા પોતાના પતિને છોડીને ગુરૂવારે કોચીથી દિલ્હી આવી ગઇ છે. તેના જણાવ્યા પ્રમાણે તે પોતાના પતિને સીનીયર ઓફિસરોની પત્નીઓ સાથે કઢંગી હાલતમાં જોઇ ચુકી છે. એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં તેણીએ ખુલ્લેઆમ કહ્યું હતું કે, તેના પતિએ તેને પોતાના સીનીયર્સની સાથે સુવા માટે કહ્યું હતું. એવું પુંછાતા કે, તે પોતાના આરોપો કેવી રીતે સાબિત કરશે ? તો જવાબ આપ્યો કે, જે જોયું છે તે અંગે બધું જાણું છું.
તેમણે આઇએનએસ દ્રોણાચાર્ય ઉપર વાઇફ અદલા - બદલીનો ઉલ્લેખ કરતા આરોપ મુકયો હતો. કે, આ બાબતની ફરિયાદ 2011માં નોંધાવવામાં આવી હતી પરંતુ મામલાને દબાવી દેવાયો છે. નેવી ઓફિસરની પત્ની સુનંદાએ કોચી સ્થિત હાર્બર પોલીસ સ્ટેશનમાં અને દિલ્હીના વસંતવિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર પતિની હાજરીમાં નેવીના ત્રણ સીનીયર ઓફિસરોએ તેની સાથે છેડછાડ કરી હતી. એવું પણ જણાવ્યું કે, બીજા ઓફિસરો સાથે સુવાની ના પાડતા પતિએ ઘરની બહાર કાઢી મુકી છે. તે જણાવે છે કે, નેવીના સિપાઇથી લઇને ઓફિસર સુધી સૌ કોઇ વાઇફ અદલા - બદલી અંગે જાણે છે પરંતુ નોકરી જવાના ડરથી ચુપ રહે છે.
નેવી તરફથી આ આરોપોને નકારવાના સવાલ ઉપર તે કહે છે કે, મને હકીકતની ખબર છે તેથી કોઇ શું કહે છે તેનાથી મને કોઇ ફરક પડતો નથી. હાલ તે પોતાના વકીલ અને પોલીસ થકી મામલાને આગળ વધારવાની તૈયારીમાં છે. સુનંદાનું માનીએ તો આ મામલો દબાવી દેવા મને બે કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી પણ મેં ઇન્કાર કરી દીધો છે.
દરમિયાન નેવી તરફથી નિવેદનમાં જણાવાયુ છે કે, નેવી ઓફિસરની પત્નીએ સીનીયર ઓફિસરો અને તેમની પત્નીઓ ઉપર ખોટા આરોપ મુકયા છે. નિવેદન અનુસાર આરોપ મુકનાર મહિલા અને તેના નેવી ઓફિસર પતિ વચ્ચે અણબનાવ હતો. બંને દામ્પત્ય જીવનમાં આવેલી ખટાશ દુર કરવાના હેતુથી અનેક ઓફિસર પોતાની પત્નીઓ સાથે તેમને મળ્યા હતા પરંતુ પતિથી નારાજ મહિલાએ તેને મળનાર ઓફિસરો અને તેમની પત્નીઓ ઉપર ગંભીર આરોપ મુકયા છે.












Click it and Unblock the Notifications
