ભારતમાં દર વર્ષે 3 લાખ નવજાત ભેટે છે મોતને

તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ્સ મધર્સ રિપોર્ટના વાર્ષિક અહેવાલમાં વિશ્વભરની સરખામણીએ ભારતમાં 29 ટકા નવજાત શિશુનું મોત નીપજે છે. આ અહેવાલમાં 186 દેશોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે દર્શાવે છે કે, વિશ્વમાં પ્રથમ દિવસે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા 40 ટકા છે તેમાંથી સાઉથ એશિયામાં 24 ટકા બાળકો મોતને ભેટે છે.
બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પ્રથમ દિવસે મૃત્યું પામતા બાળકોની સંખ્યા વધારે છે. બન્ને દેશોમાં અનુક્રમે 28 હજાર અને 60 હજાર બાળકો કુપોષણના કારણે મૃત્યું પામે છે. સેવ ધ ચિલ્ડ્રન ચેરેટિ કે જેના દ્વારા આ અહેવા રજૂ કરવામાં આવ્યો છે, તેના રીજનલ ડિરેક્ટર માઇક નોવેલે કહ્યું છે કે, પ્રોગ્રેસ થઇ રહી છે, પરંતુ ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જન્મના પ્રથમ દિવસે જ દરરોજ એક હજાર કરતા વધુ બાળકો મૃત્યું પામી રહ્યાં છે.
ચેરેટીએ ત્રણ મુખ્ય કારણો જાહેર કર્યા છે, જેના કારણે નવજાત શિશુનું મોત થાય છે, જેમાં જન્મ સમયે કૉમ્પ્લિકેશન, પ્રીમેચ્યોરિટી અને ઇન્ફેક્શન છે. અને લો કોસ્ટ, લાઇફ સેવિંગ ઇન્ટરવેન્શનને અપનાવવામાં આવે તો આ આંકડામાં 75 ટકા સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે.












Click it and Unblock the Notifications
