FTIIમાં રાહુલ ગાંધીએ કહ્યું મોદી RSSના એજન્ડાને પ્રમોટ કરે છે

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

FTIIમાં રાહુલ ગાંધીએ કહ્યું મોદી RSSના એજન્ડાને પ્રમોટ કરે છે.

FTIIમાં રાહુલ ગાંધીએ કહ્યું મોદી RSSના એજન્ડાને પ્રમોટ કરે છે.

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી આજે પુનાના FTIIમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને મળ્યા. જો કે ત્યાં ભાજપના કાર્યકર્તાઓએ તેમને કાળા ઝંડા બતાવી પાછા જવાનું કહ્યું. તો બીજી તરફ વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલે કહ્યું કે સરકાર તેમનાથી ડરે છે માટે જ તેમના આંદોલનને એન્ટી હિંદુ અને એન્ટી નેશનલ કહી રહી છે. રાહુલ કહ્યું કે મોદીએ ગજેન્દ્ર ચૌહાણની પસંદગી કરી છે માટે હવે તેને ભાજપમાંથી કોઇ નીકાળી નથી શકતું. દેશ જ્યારે કોઇ એક વ્યક્તિના નિર્ણય પર ચાલે છે ત્યારે આવું જ થાય છે. વધુમાં રાહુલે કહ્યું કે મોદી તમામ વસ્તુઓને RSS અને ભગવાકરણ મુજબ ચલાવે છે.

છોટા શકીલે કહ્યું ભારત, પરિણામ ભોગવવા તૈયાર રહે

છોટા શકીલે કહ્યું ભારત, પરિણામ ભોગવવા તૈયાર રહે

યાકૂબ મેમણને ફાંસી આપ્યા બાદ અંડરવર્લ્ડ ડોન છોટા શકીલે કહ્યું કે ભારતે યાકૂબની મોતની સજા ભોગવવી પડશે. તેણે કહ્યું કે ભારત સરકારે યાકૂબને ફોસલાવીને બોલાવ્યો અને પછી પોતાના વચનથી તેણે પાછી પાની કરી લીધી. વધુમાં તેણે કહ્યું કે યાકૂબ બેગુનાહ હતો. અને અસલી અપરાધી ટાઇગર છે. આ ધટના બાદ હવે કોઇ આરોપી ભારતીય એજન્સીઓ પર વિશ્વાસ નહીં કરે. વધુમાં તેણે કહ્યું કે યાકૂબ પોતાની જોડે ઓડિયો અને વીડિયો પુરાવા પણ લઇ ગયો હતો. પણ જુઓ તેને શું મળ્યું!

"કોમેને" બંગાળમાં વરસાવ્યો કહેર

ચક્રવાતી તોફાન કોમેને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં કહેર વરસાવવાનું શરૂ કરી દીધુ છે. હાવડા અને ઉત્તર 24 પરગણાની નદીઓ આના કારણે સૌથી વધુ પ્રભાવિત થઇ છે. અહીં ભારે વરસાદ અને વંટાળના કારણે અનેક ઝાડ અને વિજળીના થાંભલા પડી ગયા છે. અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

21 જુલાઇથી ગુરદાસપુરમાં જ ફરી રહ્યા હતા આતંકી

21 જુલાઇથી ગુરદાસપુરમાં જ ફરી રહ્યા હતા આતંકી

ગુરુવારે, પંજાબના ગુરદાસપુરમાં બસ સ્ટેન્ડ પાસેથી લાઇવ બોમ્બ મળી આવતા અફરાતફરી મચી ગઇ. જે બાદ બોમ્બ ડિસ્પોજલ સ્કોવર્ડે તેને ડિસ્પોઝ કર્યો. તો બીજી તરફ ગુરદાસપુરમાં આતંકી હુમલો કરનાર આતંકીઓ પાસેથી મળેલા જીપીઆરએસમાં પણ તેવું બતાવવામાં આવ્યું છે કે આ આતંકીઓ 21 જુલાઇથી ગુરદાસપુરની આસપાસના વિસ્તારમાં ફરી રહ્યા હતા. ત્યારે એક અઠવાડિયા સુધી આ આતંકીઓ અહીં શું કરી રહ્યા હતા તે વિષે હાલ પંજાબ પોલિસ તપાસ કરી રહી છે.

કોલસા કોભાંડ: મધુ કોડા સામેત 9 લોકો પર આરોપ નક્કી

કોલસા કોભાંડ: મધુ કોડા સામેત 9 લોકો પર આરોપ નક્કી

કોલસા કૌભાંડ પર સીબીઆઇની વિશેષ અદાલતે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા સમેત આઠ લોકો સામે ગુનાહિત કાવતરું કરવું, ભષ્ટ્રાચાર અને છેતરપિંડીના ગુનેગાર હોવાના આરોપોને સિદ્ઘ કરવામાં આવ્યા છે.

શત્રુધ્ન સિંહાએ ભાજપનું નામ ડૂબાડ્યું છે

શત્રુધ્ન સિંહાએ ભાજપનું નામ ડૂબાડ્યું છે

યાકૂબ મેમણને ફાંસીએ પર લટકાવા મામલે રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલી દયા યાચિકામાં ભાજપના વરિષ્ઠ નેતા શત્રુધ્ન સિંહાએ હસ્તાક્ષર કરવા મામલે કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે આમ કરીને શત્રુધ્ન સિંહાએ ભાજપનું નામ બગાડ્યું છે. અને પાર્ટી વિરુદ્ધ કૃત્ય કર્યું છે.

કામતે કહ્યું સ્મૃતિ ઇરાની તો ટેબલો સાફ કરતી હતી

કામતે કહ્યું સ્મૃતિ ઇરાની તો ટેબલો સાફ કરતી હતી

ક્રોંગ્રેસ મહાસચિવ ગુરુદાસ કામતે કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની અંગે વિવાદિત નિવેદન કર્યું છે. રાજસ્થાનના પાલીમાં એક જનસભાને સંબોધતા કામતે કહ્યું કે સ્મૃતિ ઇરાની હોટલોમાં ટેબલો સાફ કરતી હતી. વધુમાં મોદી પર પણ કામતે કહ્યું કે જે માણસ 40 વર્ષથી પોતાની પત્નીને છોડીને બેઠો છે તેને શું ખબર કે પરિવારનું ખુશીઓ કોને કહેવાય!

રાષ્ટ્રપતિના દરબારમાં પહોંચ્યા કેજરીવાલ

રાષ્ટ્રપતિના દરબારમાં પહોંચ્યા કેજરીવાલ

કેન્દ્ર સરકાર અને દિલ્હીના ઉપરાજ્યપાલ નવાજ જંગ જોડે બદલી અને અન્ય સમસ્યાઓથી કંટાળી ગુરુવાર સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રપતિને મળ્યા. અને પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ તેમને જણાવી.

વિઝા વગર પાકિસ્તાનથી એક મહિલા સલમાન અને શાહરૂખને મળવા આવી

વિઝા વગર પાકિસ્તાનથી એક મહિલા સલમાન અને શાહરૂખને મળવા આવી

સમજોતા એક્સપ્રેસમાં કોઇ પણ કાનૂની દસ્તાવેજ વગર બેસી ગયેલી અને ભારત પહોંચેલી એક પાકિસ્તાન મહિલાએ આજે સવારે ભારે હોહાપો મચાવી લીધો. ત્યારે આ મહિલાનું કહેવું હતું કે મુંબઇમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનને મળવા ઇચ્છે છે.

સચિન તેડૂંલકરે ગુરુપર્ણિમાના દિવસે તેના ગુરુને મળ્યો

સચિન તેડૂંલકરે ગુરુપર્ણિમાના દિવસે તેના ગુરુને મળ્યો

આજે ગુરુપર્ણિમાના દિવસે મુંબઇમાં જાણીતા ભારતીય ક્રિકેટર સચિન તેડુંલકર તેના ગુરુ રમાકાંત આચરેકરને તેમના નિવાસસ્થાને મળવા પહોંચ્યો. જ્યાં તેમણે તેમના આશીર્વાદ લીધા.

રાજનાથે સંસદમાં કહ્યું આતંકવાદના નામે દેશનો બટવારો ના કરો

રાજનાથે સંસદમાં કહ્યું આતંકવાદના નામે દેશનો બટવારો ના કરો

કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે આજે સંસદમાં ગુરુદાસપુર આતંકી હુમલા પર પોતાનું નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે વિપક્ષે દેશને હિંદુ આતંકવાદ અને મુસ્લિમ આંતકવાદના નામે દેશનો બટવારો ના કરો. તેમણે કહ્યું કે આતંકવાદ કોઇ ધર્મનો નથી. વધુમાં તેમણે કહ્યું કે રોજ રોજ તમાશો કરીને ક્રોંગ્રેસ સસંદની કાર્યવાહીને અટકાવી રહી છે. જે યોગ્ય નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X