પૂરને કારણે 34 લોકોના મોત, 45 જિલ્લામાં હાઇ-એલર્ટ
સમગ્ર રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે અલગ-અલગ ઘટનાઓમાં 34 લોકોના મોત થયા છે. પૂરના પ્રકોપમાં ઘણા જિલ્લા સપડાઇ ગયા શકે છે, એવીપણ આશંકા સેવાઇ રહી છે.
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ યથાવત છે. રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે અલગ-અલગ ઘટનાઓમાં 34 લોકોના મોત થયા છે. પૂરના પ્રકોપમાં ઘણા જિલ્લા સપડાઇ ગયા શકે છે, એવી પણ આશંકા સેવાઇ રહી છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને પ્રશાસન તરફથી લખનઉ સહિત 45 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે લખનઉ સહિતના અનેક જિલ્લામાં શાળા આજે બંધ રહેશે.

શાળાઓ બંધ રાખવા સૂચના આપી
વરસાદને કારણે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા રવિવારના રોજ ફરીથી ઘણા જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ મુરાદાબાદ, રામપુર, બરેલી અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ડીએમએ લખનઉ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં 10 અને 11 ઓક્ટોબરના રોજ શાળાઓ બંધ રાખવા સૂચના આપી છે.

48 મીમીથી વધુ વરસાદ નોંધાયો
હવામાન બુલેટિન અનુસાર, લખનઉ, મેરઠ, અલીગઢ, હાથરસ, મથુરા, કાંશીરામનગર સહિત 40 થી વધુ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અહીં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. આવા સમયે, લલિતપુર, વારાણસી, પ્રયાગરાજ, સોનભદ્ર વગેરે વિસ્તારો માટે એલર્ટ નથી, પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જાહેર કરાયેલા આંકડા મુજબ મેરઠ અને અલીગઢમાં ભારે વરસાદ થયો હતો, જ્યા 48 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.

જિલ્લાની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ
લખનઉ, ગાઝિયાબાદ, નોઈડામાં ડીએમએ 10 ઓક્ટોબરના રોજ તમામ શાળાઓને બંધ રાખવા સૂચના આપી છે.
રામપુરમાં જિલ્લાની તમામ શાળાઓને સોમવાર સુધી બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર મંડર દ્વારા સોમવારના રોજ જિલ્લાની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
