For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 કલાકમાં કોરોના વાયરસથી 122 દર્દીઓના મોત, સામે આવ્યા 3525 નવા કેસ

બુધવારે કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 74 હજારને પાર પહોંચી ગઈ છે. વાંચો વિગત..

|
Google Oneindia Gujarati News

દેશમાં 6 સપ્તાહથી પણ વધુ સમયથી લાગુ લૉકડાઉન છતાં જાનલેવા કોરોના વાયરનો કહેર શમતો દેખાઈ નથી રહ્યો. બુધવારે કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 74 હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે માહિતી આપીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાાં કોરોના વાયરસના 3525 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 74281 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 122 દર્દીઓા મોત થયા છે અને મૃતકોનો આંકડો વધીને 2415 થઈ ગયો છે. જો કે રાહતની વાતએ છે કે અત્યાર સુધીમાં 24386 લોકો રિકવર પણ થયા છે.

કોરોના સામે જંગમાં 20 લાખ કરોડના પેકેજનુ એલાન

કોરોના સામે જંગમાં 20 લાખ કરોડના પેકેજનુ એલાન

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ચોથા લૉકડાઉન વિશે પણ પીએમ મોદીએ સંકેત આપ્યા છે. રાષ્ટ્રને નામ સંદેશમાં પીએમ મોદીએ મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનુ પણ એલાન કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે કોરોના વાયરસ સામે લડાઈમાં ભારતે આત્મનિર્ભર બનવુ પડશે. આ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજનુ એલાન કરુ છુ. પીએમ મોદીએ કહ્યુ કે આ આર્થિક પેકેજ ભારતની કુલ જીડીપના 10 ટકા છે. આ આર્થિક પેકેજ દ્વારા લેંડ, લેબર, લિક્વિડીટી અને લૉ બધા પર જોર આપવામાં આવશે.

'પેકેજથી દેશના દરેક વર્ગને સપોર્ટ મળશે'

'પેકેજથી દેશના દરેક વર્ગને સપોર્ટ મળશે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, આ આર્થિક પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનની મહત્વની કડી તરીકે કામ કરશે. હાલમાં સરકારે કોરોના સંકટ સાથે જોડાયેલી જે આર્થિક ઘોષણાઓ કરી હતી, જે રિઝર્વ બેંકનો નિર્ણય હતો અને આજે જે આર્થિક પેકેજનુ એલાન થઈ રહ્યુ છે, તેને જોડી દેવામાં આવે તો લગભગ 20 લાખ કરોડ રૂપિયા છે. આના દ્વારા દેશના વિવિધ વર્ગોને, આર્થિક વ્યવસ્થાની કડીઓને સપોર્ટ મળશે. આ આર્થિક પેકેજ એ બધા ઉદ્યોગો માટે છે જે કરોડો લોકોની આજીવિકાનુ સાધન છે.

ધીમે ધીમે સાર્વજનિક ગતિવિધિઓને વધારવી પડશે

ધીમે ધીમે સાર્વજનિક ગતિવિધિઓને વધારવી પડશે

આ પહેલા સોમવારે મુખ્યમંત્રીઓ સાથે થયેલી બેઠક બાદ પીએમ મોદીએ નિવેદન જારી કરીને કહ્યુ હતુ, હવે આપણી પાસે ભારતમાં સૌથી ગંભીર રીતે પ્રભાવિત વિસ્તારોના રિપોર્ટ સહિત કોરોના વાયરસ મહામારીના ભૌગોલિક પ્રસારથી સંબંધિત ઘણા સ્પષ્ટ સંકેત છે. આ ઉપરાંત છેલ્લા અમુક સપ્તાહોમાં અધિકારીઓએ એક જિલ્લા સ્તર સુધી આ મહામારી સામે લડવાની પ્રક્રિયાને પણ સમજી છે. એટલા માટે હવે આપણે કોરોના વાયરસ સામે આ લડાઈમાં પોતાની રણનીતિ પર વધુ આગળ વધીને વિચારી શકીએ છીએ જેવુ કે હોવુ જોઈએ. આપણી પાસે બેવડો પડકાર છે. બિમારી ફેલાવાનો દર ઘટાડવો અને બધા દિશા-નિર્દેશોનુ પાલન કરીને ધીમે ધીમે સાર્વજનિક ગતિવિધિઓને વધારવી. હે આગળ આપણે આ બંને લક્ષ્યોને મેળવવાની દિશામાં કામ કરવુ પડશે.

આ પણ વાંચોઃ 20 લાખ કરોડના મહાપેકેજ પર અમિત શાહઃ લોકલને બનાવો ગ્લોબલઆ પણ વાંચોઃ 20 લાખ કરોડના મહાપેકેજ પર અમિત શાહઃ લોકલને બનાવો ગ્લોબલ

English summary
New 3525 COVID19 Cases And 122 Deaths In Last 24 Hours, Total Cases Now 74281.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X