મુંબઇમાં 36 પોલીસ જવાન લાંચ લેતા ઝડપાતા સસ્પેન્ડ

cop bribe
મુંબઇ, 11 એપ્રિલ: મુંબઇ પોલીસ એકવાર ફરી ઘણાબધા સવાલોની સાથે વિવાદોમાં સપડાઇ છે. મુંબઇ પોલીસના 36 પોસીલ જવાનો લાંચ લેતા કેમેરાની આંખે જડપાઇ ગયા છે. જેના પગલે મહારાષ્ટ્ર પોલીસે આ તમામ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે.

આ ઘટના મુંબઇના નેહરૂનગર પોલીસ સ્ટેશનની છે જ્યાં આ પોલીસ જવાનો પર હપ્તા વસુલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પાકિસ્તાની મૂળના કેટલાક રેફ્યુજી પોતાના ઘરોમાં રહે છે અને આ ઘરોના સમારકામ અને અન્ય કોઇપણ કામ પહેલા તેમને પોલીસને રૂપિયા આપવા પડે છે.

આવા જ એક મામલામાં જર્જરીત થઇ ચૂકેલા એક મકાનનું જ્યારે સમારકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ પોલીસ જવાનો ત્યાં હપ્તા વસૂલવા માટે પહોંચી ગયા હતા. આ દરમિયાન લાંચ લેતી વખતે તેમને કેમેરેમાં કેદ કરી લેવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X