ભારતમાં એક દિવસમાં થયુ 36 લાખ લોકોનુ રસીકરણ, વેક્સીનેશન બાબતે મહારાષ્ટ્ર સૌથી મોખરે
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ ભારતમાં શુક્રવારે 36 લાખ લોકોનુ રસીકરણ કરવામાં આવ્યુ.
નવી દિલ્લીઃ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ ભારતમાં શુક્રવારે 36 લાખ લોકોનુ રસીકરણ કરવામાં આવ્યુ. 5 જૂને જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 36,50,080 લોકોનુ રસીકરણ કરવામાં આવ્યુ. આમાંથી 33,74,640ને કોરોનાનો પહેલો ડોઝ જ્યારે 2,75,440 લોકોને કોરોનાનો બીજો ડોઝ મૂકવામાં આવ્યો. ભારતમાં અત્યાર સુધી 22,78,60,317 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે. જેમાંથી 18,19,52,338 લોકોને પહેલો જ્યારે 4,59,07,979 લોકોને કોરોનાનો બીજો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે.

મહારાષ્ટ્રમાં સર્વાધિક રસીકરણ
ભારતના મહારાષ્ટ્રમાં કોઈ પણ અન્ય રાજ્ય કરતા વધુ રસીકરણ થયુ છે. રાજ્યમાં 1,89,40,778 લોકોને કોવિડ વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ(1,62,42,637), રાજસ્થાન(1,42,88,985) બીજા અને ત્રીજા સ્થાને છે.
બીજા ડોઝ મામલે પણ પહેલા નંબરે મહારાષ્ટ્ર
કોરોનાના બીજા ડોઝ મામલે પણ મહારાષ્ટ્ર લીડ કરી રહ્યુ છે. રાજ્યમાં 47,27,545 લોકોને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત(42,61,375) અને પશ્ચિમ બંગાળ(39,30,952) લોકોના રસીકરણ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. કુલ રસીકરણ મામલે પણ મહારાષ્ટ્ર નંબર વન પર છે. રાજ્યમાં અત્યાર સુધી 2,36,68,323 લોકોને રસી મૂકવામાં આવી ચૂકી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 1,98,38,197 લોકોનુ રસીકરણ અને ગુજરાતમાં 1,79,24,919 લોકોનુ રસીકરણ થયુ છે.
ભારતમાં અત્યાર સુધી કોરોનાના 28.6 મિલિયન કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી 15,55,248 કેસ હાલમાં સક્રિય છે. વળી, કોરોનાથી અત્યાર સુધી 2,67,95,549 લોકો રિકવર થઈ ચૂક્યા છે જ્યારે 3,380 નવા મોત સાથે મોતનો કુલ આંકડો 3,44,082 સુધી પહોંચી ગયો છે.












Click it and Unblock the Notifications
