ઇરાકમાં અપહરણ કરાયેલા તમામ 39 ભારતીયોની થઇ મોત

Posted By:
Subscribe to Oneindia News

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે રાજ્યસભામાં જાહેરાત કરી કે ઇરાનમાં અપહરણ કરાયેલા 39 ભારતીયોની મોત થઇ છે. રાજ્યસભામાં સુષ્માએ કહ્યું કે અમને 38 લોકોના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે. જે તે વ્યક્તિ સાથે મેળ થાય છે. અને 39માં વ્યક્તિનું ડીએનએ પણ તેનાથી 70 ટકા મેળ ખાય છે. સાથે જ તેમણે જણાવ્યું કે ઇરાકમાં માર્યા ગયેલા ભારતીયોના નશ્વર અવશેષોને પાછા લેવા માટે વીકે સિંહ ઇરાક જશે. પણ આ તમામ લોકોની મોત થઇ છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ લોકોના અવશેષ વિમાન દ્વારા પહેલા અમૃતસર પછી પટના અને કોલકત્તા લઇ જવામાં આવશે. સુષ્માએ સદનમાં જાણકારી આપી કે મોતના અવશેષ બગદાદ મોકલવામાં આવ્યા છે. અને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો મુખ્યત્વે 4 રાજ્યો પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારથી હતા.

shushma

વધુમાં સુષ્માએ આ અંગે જણાવ્યું કે અપહરણ પછી આ લોકોની મોતના ખબર મળતા જનરલ વીકે સિંહ, રાજદૂત પ્રદીપ રાજપુરોહિત અને ઇરાક સરકારના અધિકારી ત્યાં ગયા હતા. ત્યાં જાણકારી મળી હતી કે પહાડ પર કેટલાક લોકોને દફનાવવામાં આવ્યા છે. અને ઇરાકી અધિકારીઓથી આ માટે ડીપ પૈનિટ્રેશન રડારની મદદ માંગી હતી જેના કારણે ખબર પડી કે નીચે કેટલાક લોકોના શબ દફનાવવામાં આવ્યા છે. તે પછી માર્ટિયસ ફાઉન્ડેશનની મદદથી તેમના પરિવાર જનોના લોહી મંગાવવામાં આવ્યા અને મૃતકોના ડીએનએ સાથે ચકાસવામાં આવ્યા.

જે પછી આ વાતની અધિકૃત જાહેરાત કરી ત્યાંથી તેમના પાર્થિવ દેહ અહીં લાવવાની અધિકૃત પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે આ મૃતકોના શરીરને દફનાવી દેવાના કારણે તેમના થોડાક જ અવશેષ અને કડા, બાળ, આઇડી કાર્ડ જેવા કેટલાક અવશેષ જ મળ્યા છે. આ અવશેષોના આધારે જ અમે આગળ તપાસ કરી આ વાત સુધી પહોંચ્યા છીએ. સાથે જ તેમણે આ ઘટનાના પગલે શોક વ્યક્ત કરી. મૃતકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી હતી.

English summary
39 Indians who were kidnapped in iraq have died : Sushma swaraj. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.