Earthquake: સિક્કિમમાં આજે સવારે 4.0 તીવ્રતાના ભૂકંપના ઝટકા, 24 કલાકમાં બીજી વાર
સિક્કિમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે જેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.
Earthquake In Sikkim today Morning: નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી( NCS) એ કહ્યુ કે શુક્રવાર(5 ફેબ્રુઆરી)ની સવારે સિક્કિમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપ આજે સવારે 3.43 વાગે સિક્કિમમાં નેપાળ-ભારત સીમા પાસે આવ્યો. જો કે આમાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકશાનની કોઈ સૂચના નથી.

એનસીએસે ટ્વિટ કરીને જણાવ્યુ કે ભૂકંપની તીવ્રતા 4.0 હતી જે 5 ફેબ્રુઆરીની સવારે 3 વાગીને 43 મિનિટે 10 સેકન્ડ પર આવ્યો. ભૂકંપ 27.86 લાંબી, 88.14 ઉંડાણ પર નેપાળ-ભારત(સિક્કિમ) સીમા પર અનુભવાયો. સિક્કિમમાં 24 કલાકમાં આ બીજી વાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ પહેલા ગુરુવારે (4 ફેબ્રુઆરી)ની સવારે સિક્કિમાં યુક્સોમ પાસે રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ગુરુવારે સિક્કિમમાં ભૂકંપ 124 કિલોમીટરના ઉંડાણમાં સવારે લગભગ 10.36 વાગે આવ્યો હતો.
સિક્કિમ ઉપરાંત બુધવારે જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જો કે જમ્મુ કાશ્મીરમાં સામાન્ય તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો. મેટ્રો કાર્યાલયના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાં રિક્ટર સ્કેલ પર 4.5 તીવ્રતાનો ભૂકંપ 7.59 વાગે આવ્યો હતો.
An earthquake of magnitude 4.0 on the Richter scale occurred near the Nepal-India border in Sikkim at 3:43 am today: National Centre for Seismology
— ANI (@ANI) February 5, 2021












Click it and Unblock the Notifications
