For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંદમાન અને નિકોબારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, 4.1ની તીવ્રતાથી હલી ધરતી

અંદમાન અને નિકોબારમાં રવિવારે સવારે 8 વાગીને 56 મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા.

|
Google Oneindia Gujarati News

દેશના અલગ અલગ ભાગોમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. અંદમાન અને નિકોબારમાં રવિવારે સવારે 8 વાગીને 56 મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી. વળી, વારંવાર આવી રહેલા ઝટકાના કારણે લોકોમાં ડર છે. લોકોને ઘરની અંદર રહેવામાં ડર લાગી રહ્યો છે. ભૂકંપનુ કેન્દ્ર અંદમાનનુ દિગલીપુર છે. જો કે ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકશાનના સમાચાર મળ્યા નથી.

earthquake

તમને જણાવી દઈએ કે આ પહેલા 9 જૂને પણ અંદમાન અને નિકોબારમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. એ વખતે ભૂકંપની તીવ્રતા 4.3 હતી. એ દિવસે પણ ભૂકંપનુ કેન્દ્ર અંદમાન નિકોબારનુ દિગલીપુર હતુ. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ માહિતી આપી કે અંદમાન-નિકોબારના દિગલીપુરથી 110 કિલોમીટરના ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપનુ સેન્ટર રહ્યુ હતુ. હવે એક વાર ફરીથી અહીં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પૂર્વોત્તર રાજ્યોમાં વારેવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. વળી, દિલ્લી, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હરિયાણા સહિત દેશના અલગ અલગ ભાગોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનાથી દુનિયાભરના અલગ અલગ દેશોમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. ભૂવૈજ્ઞાનિક ભૂકંપ પાછ એક મોટુ કારણ સૂકાયેલી ધરતી માની રહ્યા છે. ભૂજળ સ્તરમાં સતત થઈ રહેલા ઘટાડાના કારણે ધરતીની અંદર સ્થિત ફાલ્ટ લાઈનોમાં લોડ અસંતુલિત થઈ રહ્યો છે. જેના કારણે ધરતીની પ્લેટો પરસ્પર ટકરાઈ રહી છે. વળી, ફાલ્ટ લાઈનના એડજસ્ટમેન્ટના કારણે પણ વારંવાર ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે.

મન કી બાતઃ 'કોરોનાને હરાવવાનો છે અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની છે': પીએમ મોદીમન કી બાતઃ 'કોરોનાને હરાવવાનો છે અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની છે': પીએમ મોદી

English summary
4.1 magnitude Earthquake in Andaman and Nicobar island at 8:56 am today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X