For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ અને કાશ્મીરમાં 4.5ની તિવ્રતાના ભૂકંપના ઝાટકા આવ્યા

જમ્મુ અને કાશ્મીરમાં 4.5ની તિવ્રતાના ભૂકંપના ઝાટકા આવ્યા

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં શનિવારે ભૂકંપના ઝાટકા મહેસૂસ કરાયા. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 4.5ની માપી છે. એનસીએસનું કહેવું છે કે ભૂકંપ આજે બપોરે 12 વાગીને 2 મિનિટ પર આવ્યો હતો. હાલ કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી. અગાઉ આજે જ લદ્દાખમાં પણ ધરતીકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 3.7 માપવામાં આવી છે.

earthquake

અહીં એક દિવસ પહેલાં એટલે કે શુક્રવારે બપોરે લેહ-લદ્દાખમાં પણ 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા. જાણકારી મુજબ ભૂકંપના તેજ ઝાટકા બાદ સ્થાનિક લોકોમાં હડકંપ મચી ગયો હતો. આ મહિને 8 સપ્ટેમ્બરે લદ્દાખના કારગિલમાં પણ ધરતીકંપ મહેસૂસ થયો હતો. જેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. લે-લદ્દાખમાં અગાઉ 31 ઓગસ્ટે ભૂકંપ આવ્યો હતો તે દરમ્યાન તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.

જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે સવારે ભૂકંપના હળવા ઝાટકા મહેસૂસ થયા હતા. ભૂકંપની તીવ્રતા 3.7 માપવામાં આવી. ભૂકંપથી કોઈપણ પ્રકારના જાન માલનું નુકસાન નથી થયું, જો કે દહેશતને પગલે લોકો ઘરેથી બહાર આવી ગયા. નેશનલ સેંટર ફૉરહ સિસ્મોલોજી મુજબ ગુરુવારે સવારે 8 વાગીને 19 મિનિટ પર જમ્મુ કાશ્મીરમાં 3.7 તીવ્રતાના ભૂકંપના ઝાટકા મહેસૂસ કરાયા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગુલમર્ગથી 281 કિમી દૂર ઉત્તર તરફ હતું.

સિંગલ ડોઝમાં જ કોરોનાને માત આપી રહી છે જૉનસન એન્ડ જૉનસનની વેક્સીન, ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂસિંગલ ડોઝમાં જ કોરોનાને માત આપી રહી છે જૉનસન એન્ડ જૉનસનની વેક્સીન, ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ

English summary
4.5 magnitude earthquake shakes Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X