જમ્મુ કાશ્મીર: ગુરેજ સેક્ટરમાં મેજર સહીત ત્રણ જવાનો શહીદ
જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થવાની ખબર આવી છે. આ સૈનિકોમાંથી એક મેજર રેન્કના ઓફિસર સહીત ત્રણ લોકો શહીદ થયાની ખબર આવી છે.
જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થવાની ખબર આવી છે. આ સૈનિકોમાંથી એક મેજર રેન્કના ઓફિસર સહીત ત્રણ લોકો શહીદ થયાની ખબર આવી છે. આ સૈનિકો તે સમય શહીદ થયા જયારે મંગળવારે સવારે ઘુષણખોરીની કોશિશમાં લાગેલા આઠ આતંકીઓ સાથે એલઓસીના ગુરેજ સેક્ટરમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. 36 રાષ્ટ્રીય રાઇફલ પોસ્ટ નજીક આતંકીઓ ઘુષણઘોરીની કોશિશ કરી રહ્યા હતા. તેમને પોસ્ટ પર ફાયરિંગ પણ કરી હતી. આ પોસ્ટ ગોવિંદ નાલા પર છે અને ફાયરિંગનો અવાઝ સાંભળતા સેના યુનિટ તરફથી તેનો જવાબ આપવામાં આવ્યો. આ ઘટનામાં સેના ઘ્વારા ચાર આતંકીઓને પણ ઠાર કરી દેવામાં આવ્યા.

ગુરેજ સેક્ટર નોર્થ કાશ્મીરના બાંદીપોરમાં આવેલું છે. આર્મી ઓફિસર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા ચાર આતંકીઓ ભાગવામાં સફળ થયા છે. જયારે કેટલાક આતંકીઓ આ વિસ્તારમાં સંતાયેલા હોય શકે છે. આ આતંકીઓની શોધ માટે સેના ઘ્વારા સર્ચ ઓપેરેશન લોન્ચ કરવામાં આવ્યું છે. જે આતંકીઓ ઘૂસણખોરી કરવાની કોશિશ કરતા હતા તેમને પાકિસ્તાની સેના ઘ્વારા ફાયરિંગ કરીને કવર આપવામાં આવ્યું હતું. જે સમયે આતંકીઓ ઘૂસણખોરી કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
