પંજાબના સંગરુરમાં દર્દનાક દૂર્ઘટના, સ્કૂલ વેનમાં આગ લાગતા 4 બાળકોના મોત
પંજાબના સંગરુરમાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી રહી છે. અહીં એક સ્કૂલ વેનમાં આગ લાગવાથી 4 બાળકોના સળગી જવાથી મોત નીપજ્યા છે.
પંજાબના સંગરુરમાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી રહી છે. અહીં એક સ્કૂલ વેનમાં આગ લાગવાથી 4 બાળકોના સળગી જવાથી મોત નીપજ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્કૂલ છૂટી ગયા બાદ બધા બાળકો ઘરે જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં જ વેન આગની ચપેટમાં આવી ગઈ. જે સમયે આ ઘટના બની તે દરમિયાન વેનમાં લગભગ 20 બાળકો સવાર હતા. આગ લાગ્યા બાદ બાકીના બાળકો બહાર નીકળી ગયા પરંતુ 4 બાળકો વેનની અંદર જ આગની ચપેટમાં આવી ગયા.

દૂર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલિસે જણાવ્યુ કે વેન સિમરન પબ્લિક સ્કૂલની હતી અને બાળકો અભ્યાસ પૂરો કરીને ઘરે પાછા જઈ રહ્યા હતા. લોંગોવાલ તરફ જતા જ્યારે વેન ગામ કેહર સિંહ પાસે પહોંચી ત્યારે વેનમાં અચાનક આગ લાગી ગઈ. વેનનો ડ્રાઈવર બાળકોને બહાર કાઢવાની કોશિશ કરવા લાગ્યો પરંતુ આગ એટલી ભયાનક હતી કે 4 બાળકો તેની જ્વાળામાં ઘેરાઈ ગયા. જોતજોતામાં આગે આખી વેનને પોતાની જ્વાળામાં ઘેરી લીધી, દૂર્ઘટનામાં ડ્રાઈવર સહિત ઘણા બાળકો ગંભીર રીતે ઘાયલ પણ થઈ ગયા છે.
4 children die as school van catches fire in Punjab's Sangrur district: Police.
— Press Trust of India (@PTI_News) February 15, 2020
ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. બીજી તરફ જે પરિવારજનોએ પોતાના બાળકો ગુમાવ્યા છે તેમની હાલત ખરાબ છે. ઘટના બાદથી પરિવારજનો અને ગામ લોકોનો ગુસ્સો સ્કૂલ પ્રશાસન ઉપર તૂટી પડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વેનમાં આગની ઝપટમાં આવેલા બાળકોના પરિવારજનો અને ગામ લોકોએ રસ્તા પર પ્રદર્શન શરૂ કરી દીધુ છે. તેમની માંગ છે કે સરકાર અને પોલિસ સ્કૂલ પ્રશાસન સામે કડક કાર્યવાહી કરે.












Click it and Unblock the Notifications
