For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાકભાજી વેચનારના ખાતામાં અચાનક 3.93 કરોડ આવ્યા, જાણો આગળ

ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લામાંથી એક હેરાન કરતા સમાચાર આવી રહ્યા છે. અહીં એક શાકભાજી વેચનારના બેંક ખાતામાં 3.93 કરોડની રકમ આવી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લામાંથી એક હેરાન કરતા સમાચાર આવી રહ્યા છે. અહીં એક શાકભાજી વેચનારના બેંક ખાતામાં 3.93 કરોડની રકમ આવી છે. શાકભાજી વિક્રેતા, દીપક સિંહના બેંક ખાતામાં એટલા પૈસા જોઈ આશ્ચર્યચકિત થયા. એક ક્ષણ માટે, દીપકે તેના જીવનના ભવિષ્યની તૈયારીઓ કરી પરંતુ પાછળથી આ સત્ય એક સુવર્ણ સ્વપ્ન જેવું સાબિત થયું.

shocking

વાસ્તવમાં, દિવક સિંહ રાજવત, જે ઇટાવા જીલ્લાના નાના ગામ લવડેમાં રહે છે, તે નાની શાકભાજીની દુકાન ચલાવે છે. લાડ્ડા સ્થિત સ્ટેટ બેંક શાખા ખાતે દીપક સિંહનું બચત ખાતું છે. સોમવારે, તેણે એકાઉન્ટ માં લેવડદેવડ કર્યા પછી પાસબુકમાં એન્ટ્રી કરાવી. પ્રિન્ટ થઈને જયારે બુક બહાર કાઢી ત્યારે તેમાં 17 જાન્યુઆરી 2019 દરમિયાન 3 કરોડ 93 લાખ 54 હજાર 890 રૂપિયાની રકમ જમા થયેલી જોઈ.

બેંક ખાતામાં 3 કરોડ 93 લાખ 54 હજાર 890 ની રકમ જોઈને તેની આંખો જ ફાટી ગઈ. એટલું જ નહીં, તેમણે પોતાના પરિવારને ફોન કરીને પાછા આવવા માટે માહિતી આપી. આ સંદર્ભે, જ્યારે તે બ્રાંચ મેનેજર વિજય કુમારને આપી, ત્યારે શાખા મેનેજર વિજય કુમારે કહ્યું કે આ બેંક સર્વરની ભૂલને લીધે થયું છે. હમણાં દીપકનું એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ખાતાધારકના એકાઉન્ટમાં 39 હજાર રૂપિયા છે. એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો નથી, ફક્ત તેને હોલ્ડ પર રાખવામાં આવ્યું છે, જેને સુધારી લેવામાં આવશે.

English summary
4 crore rupees suddenly appear in vegetable seller bank account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X