Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇમરતીએ તોડ્યો ગિનિઝ બુક રેકોર્ડ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કુમાર વિશ્વાસને મહિલા આયોગની નોટિસ

કુમાર વિશ્વાસને મહિલા આયોગની નોટિસ

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસ અને તેમની પત્ની સામે મહિલા આયોગે નોટિસ જાહેર કરી છે. અમેઠી ચૂંટણી પ્રચાર દરમિયાન કુમાર વિશ્વાસ માટે કામ કરતી સાથે અનૈતિક સંબંધ મામલે કુમારને મળી નોટિસ. જો કે વિવાદ વધતા આજે કુમારે આ તમામ આરોપો ખોટો હોવાનું કહ્યું છે. વધુમાં આપે પણ કુમાર વિશ્વાસને સાથ આપ્યો છે

મોગા કેસ મામલે હાઇકોર્ટમાં આજે સુનવણી

મોગા બસ કાંડ મામલે પંજાબ-હરિયાણા હાઇ કોર્ટે આજે સુનવણી થશે. આ મામલમાં હજી સુધી ચાર આરોપીઓને પકડવામાં આવ્યા છે. વધુમાં ક્રોંગ્રેસ, આપ પાર્ટીએ આજે મોગા બંધનું આહ્વાહન કર્યું છે. નોંધનીય છે કે રવિવારે પોસ્ટમોર્ટેમ બાદ આ યુવતીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

નોઇડામાં આગ

નોઇડાના સેક્ટર 51માં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગત રાતે ભીષણ આગ લાગી. આ ધટનામાં 1 વ્યક્તિની મોત થઇ છે.

અસમ રાઇફલ્સના આઠ જવાનો શહીદ

અસમ રાઇફલ્સના આઠ જવાનો શહીદ

નગાલેન્ડમાં માઓવાદી હુમલામાં અસમ રાઇફલ્સના આઠ જવાનો શહીદ થયા છે જ્યારે 6 જવાનો ગંભીર રીતે ધાયલ છે. વધુમાં અન્ય ચાર જવાન ગુમ થયા છે. આ આતંકીહુમલો મ્યાંમાર સીમા પાસે આવેલા નાગાલેન્ડના આંતરિક વિસ્તારમાં રવિવારે બપોરે થયો હતો.

ઇમરતીએ તોડ્યો ગિનિઝ બુક રેકોર્ડ

ઇમરતીએ તોડ્યો ગિનિઝ બુક રેકોર્ડ

મુંબઇમાં 37 કિલો વજન વાળી, 9 ફૂટ વ્યાસ ઇમરતીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. આ ઇમરતી મુંબઇના સાંસ્કૃતિક રેસ્ટોરન્ટે બનાવી છે. આ ઇમરતીને બનવામાં 3 કલાક લાગ્યા. નોંધનીય છે કે આ પહેલા 20 કિલોની ઇમરતી બનાવાનો રેકોર્ડ હતો.

બુદ્ધની શિક્ષા દુનિયાનું માર્ગદર્શન કરશે- મોદી

દિલ્હીમાં આજે યોજાયેલા "આંતરાષ્ટ્રિય બુદ્ધ પૂર્ણિમા સેલિબ્રેશન 2015"માં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપીને ભગવાન બુદ્ધની પ્રતિમા આગળ દિપ પ્રાગ્ટય કર્યું. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં 31 દેશોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.આ પ્રસંગે મોદીએ કહ્યું કે બુદ્ઘની શિક્ષા દુનિયાને યુદ્ધના માર્ગથી દૂર કરી શકશે. વધુમાં તેમણે નેપાળમાં માર્યા ગયેલા લોકો માટે અહીં પ્રાર્થના કરી હતી

અલકાયદાના વીડિયોમાં કરાયો મોદીનો ઉલ્લેખ

અલકાયદાના વીડિયોમાં કરાયો મોદીનો ઉલ્લેખ

ખૂંખાર અંતરાષ્ટ્રિય આતંકી જૂથ અલકાયદાના નવા વીડીયોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો થયો ઉલ્લેખ. વીડિયોમાં કહેવામાં આવ્યું કે મોદી આડકતરી રીતે વર્લ્ડ બેંક સાથે મળીને મુસ્લિમોનું અહિત કરે છે. નોંધનીય છે કે આ વીડીયોમાં અલકાયદાના પ્રમુખ અસીમ અમરનો અવાજ છે જે ભારતીય મહાદ્વિપના અલકાયદાના પ્રમુખ છે. આ વીડીયો જાહેર થતા હાલ તો ઇન્ટેલિજન્સ એજન્સીઓ આ વીડીયોની તટસ્થતાની તપાસ કરી રહી છે.

કાશ્મીરી પંડિતોએ દિલ્હીમાં કર્યો વિરોધ

કાશ્મીરી પંડિતોએ દિલ્હીમાં કર્યો વિરોધ

રવિવારે, નવી દિલ્હીમાં કાશ્મીર પંડિતોએ કાશ્મીર પરત ફરવાના મુદ્દા પર જતંર મતંર ખાતે પ્રદર્શન કર્યું. વધુમાં તેમને આ પ્રક્રિયામાં કાશ્મીરી પંડિતોને સીધી રીતે જોડવાની માંગ કરી. વધુમાં તેમણે પાકિસ્તાનના ઝંડા પણ બાળ્યા.

આપ રોકી જલંધરમાં બસ

આપ રોકી જલંધરમાં બસ

રવિવારે, બાદલ સરકાર દ્વારા ચાલતી ઇન્ડો કેનિડિયન બસને આપ કાર્યકર્તાઓ દ્વારા રોકવામાં આવી.

મુફ્તીએ બોલીવૂડને કહ્યું

મુફ્તીએ બોલીવૂડને કહ્યું "લૌટ આવો"

રવિવારે, નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી મુફ્તી મોહમ્મદ સઇદે ટૂર્સ અને ટ્રાવેલ પ્રમોટરોને સંબોધ્યા. અહીં તેમને જમ્મુ કાશ્મીરમાં પ્રવાસ અને પર્યટનને વેગ આપવાનું કહ્યું. વધુમાં તેમણે બોલીવૂડને પણ અપીલ કરી કે તે ધાટીમાં મોટે પાયે શૂંટિંગ ફરી શરૂ કરે.

મુંબઇમાં પીકું પીકું

મુંબઇમાં પીકું પીકું

રવિવારે, મુંબઇમાં બોલીવૂડ લેઝન્ડ અમિતાભ બચ્ચન, દિપિકા પાદુકોણ, ઇરફાન ખાન અને ડાયરેક્ટર સૂરજીત સરકારે તેમની ફિલ્મ "પિંકૂ"નું પ્રમોશન કર્યું.

ચેન્નઇમાં પપ્પાની ગોદમાં જીવા

ચેન્નઇમાં પપ્પાની ગોદમાં જીવા

રવિવારે ચેન્નઇમાં યોજવામાં આવેલ એક કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પત્ની સાક્ષી તેમની નાનકડી દીકરી જીવા સાથે જોવા મળ્યા. પપ્પાના ખોળામાં બેઠેલી જીવા આ ફોટોમાં મમ્મી જેવી લાગે છે, નહીં?

ક્રિકેટર ડ્વેઇન બ્રાવોએ માર્યા ઠુમકા

ક્રિકેટર ડ્વેઇન બ્રાવોએ માર્યા ઠુમકા

રવિવારે ચેન્નઇમાં યોજાયેલા એક કાર્યક્રમમાં "ચલો ચલો" નામના ગીતના લોન્સ પર વેસ્ટ ઇન્ડિઝના ઓલ રાઉન્ડર ખેલાડી ડ્વેઇન બ્રાવોએ કર્યો ડાન્સ.

લેહમાં ભક્તોની કતાર

લેહમાં ભક્તોની કતાર

આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે નામગ્યાલ ત્સેમો મઠમાં દર્શન કરવા માટે લોકોએ લાઇન લગાવી. નોંધનીય છે કે ફોટામાં જે કાળા રંગની લાઇન છે તે લોકોની વિશાળ લાઇન છે.

62મો રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર

62મો રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર

રવિવારે, દિલ્હીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 62માં રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમમાં ભૂતનાથ ફિલ્મના બાળ કલાકાર પાર્થ ભાલેરાવને કર્યો સન્માનિત.

62મો રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર

62મો રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર

રવિવારે, દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 62માં રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન થયું. જેમાં ફિલ્મ ક્વીન માટે બેસ્ટ એક્ટ્રેસથી સન્માનિત કરવામાં આવેલ બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત વિચારમગ્ન જોવા મળી.

રાહત સામગ્રીને અરુણ જેટલીની લીલી ઝંડી

રાહત સામગ્રીને અરુણ જેટલીની લીલી ઝંડી

નેપાળમાં આવેલા ભૂંકપ માટે મોકલવામાં આવેલ રાહત સામગ્રીને રવિવારે, દિલ્હીમાં કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ લીલી ઝંડી આપી.

વારાણસીમાં

વારાણસીમાં "સ્વચ્છ ભારત" મોદીએ થાબડી પીઠ

ભાજપના કાર્યકર્તાઓએ રવિવારે વારાણસીના વિવિધ ધાટોની સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સફાઇ કરી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે કાર્યકર્તાઓની ટ્વિટ કરીને પીઠ થાબડી.

મુંબઇમાં આંખ હોસ્પિટલનું ઉદ્ધાટન

મુંબઇમાં આંખ હોસ્પિટલનું ઉદ્ધાટન

રવિવારે, મુંબઇમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે અનીદીપ આઇ હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે આરોગ્ય પ્રધાન દીપક સાવંત પણ હાજર રહ્યા હતા.

પ્રેગનેન્ટ મહિલાઓનો અનોખો ફેશન શો

પ્રેગનેન્ટ મહિલાઓનો અનોખો ફેશન શો

રવિવારે, દિલ્હીમાં પ્રેગનેન્ટ મહિલાઓએ કર્યું રેમ્પ વોક. એક ખાસ કાર્યક્રમ દ્વારા યોજવામાં આવેલા આ ફેશન શોમાં ગર્ભાવસ્થાનું સન્માન કરવા આ મહિલાઓએ કર્યું રેમ્પ વોક.

લાફ્ટર ડેનું

લાફ્ટર ડેનું "હાહાહા"

રવિવારે, મુંબઇ ડોમ્બીવલી લાફ્ટર ક્લબ દ્વારા કાચરલી તળાવ પાસે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને વર્લ્ડ લાફ્ટર ડેની ઉજવણી કરી.

જયપુરમાં પણ લોકો હસી પડ્યા

જયપુરમાં પણ લોકો હસી પડ્યા

વર્લ્ડ લાફ્ટર ડે નિમિત્તે જયપુરના લોકોએ સેન્ટ્રલ પાર્કમાં મોટી સંખ્યામાં હાજર રહીને આ ઉત્સવની ઉજવણી કરી.

લાંબી ડોકી સાથે કર્યું મતદાન

લાંબી ડોકી સાથે કર્યું મતદાન

રવિવારે, અગરતલામાં રિયાંગ આદિવાસી મહિલાઓએ ત્રિપુરા જનજાતીય ક્ષેત્રક્ સ્વાયત્ત જિલ્લા પરિષદ માટે મતદાન કર્યું. નોંધનીય છે કે આ આદિવાસી મહિલાઓ તેમની લાંબી ડોક માટે પ્રસિદ્ધ છે. આ માટે આ મહિલાઓ નાનપણથી જ ગળામાં માળા પહેરી ડોકને લાંબી કરે છે.

સ્ટાલિને માસ મેરેજ કરી મનાવ્યો બર્થ ડે

સ્ટાલિને માસ મેરેજ કરી મનાવ્યો બર્થ ડે

રવિવારે કોઇમ્બતૂરમાં ડિએમકે નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન એમ સ્ટાલિને તેમના જન્મદિવસને અનોખી રીતે ઉજવ્યો. તેમણે માસ મેરેજ કરાવી તેમના બર્થ ડેની ઉજવણી કરી.

બૌદ્ઘગયામાં બુદ્ધ પૂર્ણિમાની પૂજા

બૌદ્ઘગયામાં બુદ્ધ પૂર્ણિમાની પૂજા

બુદ્ધ જયંતીની પૂજા નિમિત્તે શ્રીલંકાના કલાકારો બૌદ્ધગયામાં મહાબૌદ્ધિ મંદિરમાં નૃત્ય કરી રહ્યા છે.

હરિદ્વારમાં પૂણ્યની ડૂબકી

હરિદ્વારમાં પૂણ્યની ડૂબકી

હરિ કી પૂરી ઉત્સવ નિમિત્તે હરિદ્વારમાં ગંગા તટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગંગાના પાણીમાં ડૂબકી મારીને પોતાના પાપાથી મુક્તિ મેળવી હતી

આનંદમૂર્તિની રૈલી

આનંદમૂર્તિની રૈલી

કોલકત્તામાં આનંદ માર્ગના અનુયાયીઓએ સોમવારે આનંદ મઠના સંસ્થાપક આનંદમૂર્તીની 94મી જન્મ વર્ષગાંઠે નિમિત્તે આનંદ માર્ગના અનુયાયીઓએ વિશાળ રેલી નીકાળી.

ભોપાલમાં બુદ્ધ જયંતિની ઉજવણી

ભોપાલમાં બુદ્ધ જયંતિની ઉજવણી

ભોપાલમાં નાના નાના બૌદ્ઘ સાધુઓ ભગવાન બુદ્ધની પ્રતિમા આગળ હાથ જોડી આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X