4 વર્ષની બાળકીનો રેપ, હત્યા કર્યા પછી કુવામાં લાશ ફેંકી
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક એવો મામલો સામે આવ્યો છે, જે રુંવાટા ઉભા કરી નાખે તેવો છે. અહીં 4 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેનો રેપ કરવામાં આવ્યો.
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક એવો મામલો સામે આવ્યો છે, જે રુંવાટા ઉભા કરી નાખે તેવો છે. અહીં 4 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેનો રેપ કરવામાં આવ્યો. ત્યારપછી તેની હત્યા કરીને તેની લાશ કુવામાં ફેંકી દીધી. પોલીસ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકીનું હીરાનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. તે પોતાના ઘરમાં માતા-પિતા સાથે સુઈ રહી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ 30 વર્ષના નંદુ તરીકે થઇ છે અને તે ઝાબુઆનો રહેવાસી છે.
આ પણ વાંચો: પત્નીની મૌત પછી 8 વર્ષની દીકરીનો પિતાએ રેપ કર્યો

બાળકીનું રાત્રે આરોપીએ અપહરણ કરી લીધું
મળતી જાણકારી અનુસાર ઈંદોરના હીરાનગર વિસ્તારમાં માતાપિતા સાથે સુઈ રહેલી લગભગ 4 વર્ષની બાળકીનું રાત્રે આરોપીએ અપહરણ કરી લીધું. પિતા વોશરૂમ જવા માટે ઉઠ્યા ત્યારે તેમને બાળકી નહીં દેખાઈ. ઘરના લોકોએ બાળકીની શોધ કરી અને જયારે તે નહીં મળી ત્યારે રાત્રે 3 વાગ્યે પોલીસને સૂચના આપી.

પરિચિત વ્યક્તિનો હાથ
પોલીસે તાપસ કરતા લગભગ 16 કલાક પછી ઘરથી 200 મીટર દૂર એક કુવામાં બાળકીની લાશ અર્ધનગ્ન અવસ્થામાં મળી આવી. એસએસપી રુચિ વર્ધન મિશ્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે અડધી રાત્રે બાળકી પોતાના ઘરથી ગાયબ થઇ, તેનાથી પોલીસની સમજમાં આવી ગયું કે આ કૃત્યમાં પીડિત બાળકીના પરિવારના પરિચિત વ્યક્તિનો હાથ હોય શકે છે. તેમને જણાવ્યું કે ઘટના સાથે જોડાયેલા પરિસરમાં 36 ઝુંપડીઓ છે અને ત્યાં ઘણા લોકોની અવરજવર હોય છે.

ખેતરમાં લઇ જઈને તેનો રેપ કર્યો
પોસ્ટમોર્ટમમાં રેપની પુષ્ટિ થયા પછી પોલીસે આસપાસના કેટલાક શંકાસ્પદ લોકોની અટક કરીને તેમની પૂછપરછ કરી પૂછપરછમાં નંદુએ પોતાનો ગુનો સ્વીકાર કરી લીધો તેને જણાવ્યું એક નશો કર્યા પછી તેને બાળકીને માતા પાસેથી ઉઠાવી લીધી હતી તેના નજીકના ખેતરમાં લઇ જઈને તેનો રેપ કર્યો બાળકી રડવા લાગી ત્યારે મોઢું અને ગળું દબાવી દીધું બેભાન અવસ્થામાં જયારે લાગ્યું કે હવે તે મરી જશે ત્યારે બાળકીને કુવામાં ફેંકીને તે સુઈ ગયો
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
