પત્નીની મૌત પછી 8 વર્ષની દીકરીનો પિતાએ રેપ કર્યો

રાજધાની દિલ્હીથી નજીક ગુરુગ્રામમાં રેપની ગભરાવી નાખે તેવી ઘટના સામે આવી છે. પોલીસે એક વ્યક્તિને પોતાની 8 વર્ષની દીકરી સાથે ઘણા મહિનાઓ સુધી બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરી છે.

રાજધાની દિલ્હીથી નજીક ગુરુગ્રામમાં રેપની ગભરાવી નાખે તેવી ઘટના સામે આવી છે. પોલીસે એક વ્યક્તિને પોતાની 8 વર્ષની દીકરી સાથે ઘણા મહિનાઓ સુધી બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરી છે. ગુરુગ્રામમાં પટોળી વિસ્તારમાં રહેતા આ વ્યક્તિ લગભગ 2 મહિનાથી પોતાની 8 વર્ષની દીકરી સાથે આ નીચ કામ કરતો હતો. આ વ્યક્તિની પત્નીની મૌત થઇ ચુકી છે. ત્યારપછી તે પોતાની માસૂમ દીકરીનું યૌનશોષણ કરતો રહ્યો. આરોપી વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: 100 મહિલાઓના બળાત્કારના ગુનામાં 71 વર્ષના વૃદ્ધને સજા

પાડોશની યુવતીઓએ આ ઘટનાનો ખુલાસો કર્યો

પાડોશની યુવતીઓએ આ ઘટનાનો ખુલાસો કર્યો

પટૌડીમાં પીડિતાના પાડોશમાં બે છોકરીઓ ગુડગાંવ કોલેજમાં અભ્યાસ કરે છે. ઘણા દિવસથી આ છોકરીઓએ ધ્યાન આપ્યું કે પીડિતા ગુમસુમ છે. આ જોઈને તેમને તેનો વિશ્વાસ જીતીને પૂછ્યું, ત્યારે પીડીતાએ પોતાની સાથે થઇ રહેલા નીચ અપરાધ વિશે જણાવ્યું. ત્યારપછી છોકરીઓ ઘ્વારા પોલીસને સૂચના આપવામાં આવી. પીડિત બાળકી ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે.

પિતા દારૂ પીધા પછી રોજ રાત્રે તેનો રેપ કરતો

પિતા દારૂ પીધા પછી રોજ રાત્રે તેનો રેપ કરતો

બાળકીએ પડોશની છોકરીઓને જણાવ્યું કે તેનો પિતા દારૂ પીધા પછી રોજ રાત્રે તેનો રેપ કરતો. ગયા અઠવાડિયે આરોપી પિતાએ બે વાર તેનો રેપ કર્યો. વિરોધ કરવા પર તે તેને ધમકી આપતો હતો. આખરે પોલીસે બાળકીને ત્યાંથી કાઢીને કાઉન્સિલિંગ સેન્ટર મોકલી આપી. પોલીસે અનુસાર બાળકીની માટે અઢી મહિના પહેલા મરી ચુકી હતી. આરોપી પિતાએ પહેલા તેની સાથે સામાન્ય વ્યવહાર કર્યો પરંતુ ત્યારપછી તેનું યૌનશોષણ કરવા લાગ્યો.

બાળકીને મામા-મામીને સોંપવામાં આવી

બાળકીને મામા-મામીને સોંપવામાં આવી

બાળકીના મેડિકલ ટેસ્ટમાં રેપની પુષ્ટિ થયા પછી મેજિસ્ટ્રેટ સામે તેનું નિવેદન લેવામાં આવ્યું. માનેસર મહિલા ચોકી પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ બાળકીને તેના મામા-મામીને સોંપી દેવામાં આવશે. આપને જણાવી દઈએ કે આરોપી પિતા એક કંપનીમાં હેલ્પરનું કામ કરે છે, તે દારૂનો વ્યસની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X