3.15 મિનિટના વીડિયોમાં પીએમ મોદીએ ટ્વિટ કર્યુ 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ

કેન્દ્રની મોદી સરકાર આજે પોતાના 4 વર્ષ પૂરા કરી રહી છે. સરકારના ચાર વર્ષ પૂરા થવાના પ્રસંગે પીએમ મોદી શનિવારે ઓડિશાના કટકમાં એક જનસભાને સંબોધિત કરશે.

કેન્દ્રની મોદી સરકાર આજે પોતાના 4 વર્ષ પૂરા કરી રહી છે. સરકારના ચાર વર્ષ પૂરા થવાના પ્રસંગે પીએમ મોદી શનિવારે ઓડિશાના કટકમાં એક જનસભાને સંબોધિત કરશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પક્ષના મુખ્ય કાર્યાલય પર પત્રકારોને સંબોધિત કરશે. મોદી સરકાર ચાર વર્ષ પૂરા થવાના પ્રસંગે ઉજવણીની તૈયારીમાં છે.

‘સાફ નિયત સાચો વિકાસ’

‘સાફ નિયત સાચો વિકાસ’

ભાજપ વિકાસના મુદ્દાને જ નહિ પોતાની સાફ નીતિને પણ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. આ ક્રમમાં એક 3.15 મિનિટનો વીડિયો પક્ષે જારી કર્યો છે જેમાં પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે. આ ચાર વર્ષોમાં લોકોની દિનચર્યામાં કેટલુ પરિવર્તન આવ્યુ છે અને સરકારની યોજનાઓએ કેવી રીતે લોકોને લાભ પહોંચાડવાનું કામ કર્યુ છે. તે અંગે 3.15 મિનિટનો વીડિયો આવ્યો છે. જેની ટેગ લાઈન છે, ‘સાફ નિયત સાચો વિકાસ'.

વિવિધ યોજનાઓનો ઉલ્લેખ

વિવિધ યોજનાઓનો ઉલ્લેખ

વીડિયોમાં વર્ષ 2014 બાદ 18,000 ગામોને વીજળી પહોંચાડવાનું કામ મુખ્ય છે. આ ઉપરાંત ગરીબોને મફત ગેસ કનેક્શન આપવાની યોજના પણ ભાજપ પ્રમુખપણે લોકો સામે રાખવા જઈ રહી છે. 3.8 કરોડ લોકોને ગેસ કનેક્શન, ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાનું નિર્માણ, દેશભરમાં 3500 જનઔષધિ કેન્દ્રો ખોલવા, 90 કરોડથી વધુ એલઈડી બલ્બનું વિતરણ, સરળતાથી પાસપોર્ટ આપવા, સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ખેડૂતો માટે કૃષિ સિંચાઈ યોજના આમા શામેલ છે.

વિપક્ષી દળો ચાર વર્ષની અસફળતાઓ પર હુમલો કરવાની તૈયારીમાં

વિપક્ષી દળો ચાર વર્ષની અસફળતાઓ પર હુમલો કરવાની તૈયારીમાં

30 કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવા, રેલવેમાં ટિકિટ બુકિંગ સરળ બનાવવી, પાક વીમા યોજના, ખેલો ઈન્ડિયા, જીએસટીથી સામાન્ય માનવીને લાભ, બુલેટ ટ્રેન, નીમ કોટેડ યુરિયા, ત્રણ તલાક, આવાસ યોજના, ખેડૂતો માટે હેલ્થ કાર્ડ, શૌચાલયનું નિર્માણ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉલ્લેખ આ વીડિયોમાં કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મોદી સરકાર ચાર વર્ષ પૂરા થવા પર પોતાની ઉપલબ્ધિઓ ગણાવવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો ચાર વર્ષની અસફળતાઓ પર હુમલો કરવાની તૈયારીમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X