કોરોમંડલ એક્સપ્રેસમાં સવાક 40 લોકોના મોત કરંટ લાગવાથી થયા, શરીર ઈજાના કોઈ નિશાન ન મળ્યા

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયંકર ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે અને હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને સામે આવેલા વધુ એક સમાચાર અનુસાર મૃતકોમાં 40 લોકોના મોત કરંટ લાગવાથી થયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, રેલવે પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે કોરોમંડલ એક્સપ્રેસમાં સવાર 40 મુસાફરો અકસ્માત દરમિયાન વીજ કરંટથી મૃત્યુ પામ્યા હોઈ શકે છે. બાલાસોરમાં નોંધાયેલી એફઆઈઆરમાં આશંકા વ્યક્ત કરાઈ છે છે કે ઓવરહેડ એલટી લાઇનના સંપર્કમાં આવ્યા બાદ અથડામણ અને વીજ કરંટને કારણે ઘણા મુસાફરોના મૃત્યુ થયા છે.

Odisha Train Accident

અકસ્માત બાદ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન પર નજર રાખી રહેલા પોલીસ અધિકારીઓને ટાંકીને આ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ લોકોના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. આ સ્થિતિમાં ઓવરહેડ કેબલ તૂટવાથી વીજ કરંટથી મોત થયા હોવાની આશંકા છે.

અધિકારીઓ અનુસાર, કોચ પલટવાને કારણે ઓવરહેડ વાયર તૂટ્યા હતા. જણાવી દઈએ કે, સીબીઆઈએ અકસ્માતની તપાસ હાથ ધરીને માનવીય ભૂલ અથવા અકસ્માત સર્જવાના ઇરાદાપૂર્વકના પ્રયાસ સહિત તમામ સંભવિત કારણોની તપાસ શરૂ કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, 2 જૂને ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સ્પ્રેસ સહિત ત્રણ ટ્રેનો વચ્ચે સર્જાયેલા ભયાનક અક્સ્માતમાં 275 લોકોના મોત થયા છે અને હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X