For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST કાઉન્સિલની 41મી મહત્વની બેઠક આજે, સરકાર માટે મુશ્કેલી ઉભી કરી શકે વિપક્ષ

GST કાઉન્સિલની 41મી મહત્વની બેઠક આજે થશે. જીએસટી લાગુ થવાના કારણે રાજ્યોને રાજસ્વનુ નુકશાન થયુ છે તે અંગે વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ GST કાઉન્સિલની 41મી મહત્વની બેઠક આજે થશે. જે રીતે કોરોના સંકટના કારણે બિન-એનડીએ શાસિત રાજ્યોમાં જીએસટી લાગુ થવાના કારણે રાજ્યોને રાજસ્વનુ નુકશાન થયુ છે તે અંગે વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે. આજે યોજાનારી બેઠક પહેલા કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બિન-એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી હતી અને આ મુ્દ્દે સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યુ છે કે આજે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં બિન-એનડીએ શાસિત રાજ્યો અને એનડીએ શાસિત રાજ્યો વચ્ચે તકરાર થઈ શકે છે.

nirmala

બુધવારે બિન એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યુ કે ફાઈનાન્સ સેક્રેટરી 11 ઓગસ્ટે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કહ્યુ હતુ કે કેન્દ્ર આ વર્ષુ 14 ટકા જીએસટી જે તેમના રાજ્યોને આપવાનુ છે, તેને આપવાની સ્થિતિમાં નથી. આ રીતે પૈસા આપવાનો ઈનકાર કરવો મોદી સરકારનો રાજ્યો સાથે વિશ્વાસઘાત કરવા જેવુ છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે રાજ્ય સરકારોને જીએસટી ચૂકવણી સમય પર કરવી જોઈએ.

જીએસટીનો મુદ્દો એક મોટો મુદ્દો છે, આની ચૂકવણી ન થવાથી રાજ્ય સરકારની આર્થિક સ્થિતિ ઘણી પ્રભાવિત થઈ રહી છે. બેઠકમાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ સિંહ બઘેલ, પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ, પુડુચેરી સીએમ નારાયણસામી શામેલ થયા. કોંગ્રેસ ઉપરાંત બેઠકમાં મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડ સીએમ હેમંત સોરને અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ શામેલ થયા હતા.

ગુજરાતમા મૃત્યુદર 3.3%, કોરોના વાયરસના કુલ કેસ 90 હજારને પારગુજરાતમા મૃત્યુદર 3.3%, કોરોના વાયરસના કુલ કેસ 90 હજારને પાર

English summary
41th GST council meeting today, nda ruled stated non nda ruled states opposition conflict expected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X