ઓડિશામાં કોંગ્રેસના 44 દાગી ઉમેદવાર

Google Oneindia Gujarati News

ભુવનેશ્વર, 7 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2014 માટે ઓડિશા રાજ્યમાં આગામી 10 અને 17 એપ્રિલના રોજ વોટિંગ થવાનું છે. ઉમેદવારોને વોટ કરનાર સામાન્ય લોકો લગભગ એ વાતને નહીં જાણતા હોય કે કુલ 147 ઉમેદવાર ભ્રષ્ટ છે. આ એવા ઉમેદવાર છે જે હત્યા, જાનથી મારવાની ધમકી જેવા વિભિન્ન જઘન્ય અપરાધોમાં સામેલ છે. આ આંકડાને જો ધ્યાનથી જોવામાં આવે તો કોંગ્રેસના કુલ 44 ઉમેદવારોની સામે ગંભીર મામલાઓ નોંધાયેલા છે.

leader
લોકસભા ચૂંટણી 2014 માટે આ વખતે ઓડિશામાં વિભિન્ન રાજનૈતિક પાર્ટિયોથી કુલ 673 ઉમેદવાર ઊભા થયા છે. આંકડા બતાવે છે કે આ ઉમેદવારોમાંથી 147 નેતાઓ દાગી છે, જેમાંથી 115 ઉમેદવારોની વિરુધ્ધ ગંભીર મામલાઓ નોંધાયેલા છે. પોતાના રાજ્યો સહિત દેશની કમાન સંભાળનાર આ ઉમેદવારોમાંથી માત્ર 39 ટકા એટલે કે માત્ર 265 ઉમેદવારો સ્નાતક છે. જ્યારે અન્ય માત્ર દસમાં અથવા બારમાં ધોરણ સુધી જ ભણ્યા છે. આ વખતે ઓડીશાથી મહિલા ઉમેદવારોની સંખ્યા 52 છે.

દેશની સામાન્ય જનને કાયદાનો પાઠ ભણાવનાર આ ઉમેદવાર પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરે છે. આંકડાઓ બતાવે છે કે કુલ 673 ઉમેદવારોમાંથી 217 ઉમેદવારએ પેનકાર્ડ માટે હજી સુધી એપ્લાય પણ નથી કર્યું જ્યારે 221 ઉમેદવારો આઇટીઆરના વિષયમાં જાણતા પણ નથી. કુલ ઉમેદવારોમાં 103 કરોડપતિની શ્રેણીમાં આવે છે.

English summary
The Congress has fielded the highest number of Vidhan Sabha candidates with criminal records among all parties in Odisha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X