કોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જારી કર્યા.

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જારી કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના 22771 નવા કેસ મળ્યા છે. એક દિવસની અંદર કોરોના વાયરસના કેસોમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો થયો છે ત્યારબાદ કુલ કેસ વધીને 648315 થઈ ગયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 442 લોકોના જીવ ગયા છે અને મૃતકોની સંખ્યા 18655 થઈ ગઈ છે.

corona

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 394227 દર્દી રિકવર થઈ ચૂક્યા છે ત્યારબાદ એક્ટિવ કેસ 235433 છે. રાહતની વાત એ છે કે કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને 60.80 ટકા પહોંચી ગયો છે. વળી, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યુ કે 3 જુલાઈ સુધી દેશભરમાં કોરોના વાયરસના 95,40,132 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે જેમાંથી 242,383 સેમ્પલ ટેસ્ટ એક દિવસની અંદર કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્લી છે. તમિલનાડુમાં શુક્રવારે 4329 નવા કેસ સામે આવ્યા જ્યારે 64 લોકોને મોત કોરોના વાયરસના કારણે થયા. તમિલનાડુમાં કોરોના વાયરસના કુલ કેસ 102,721 છે અને મૃતકોની સંખ્યા 1385 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસ 1 લાખ 86 હજારથી વધુ પહોંચી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X