તિહારમાં હિન્દુ કેદીઓ પણ રાખી રહ્યાં છે રમજાનના રોજા

ગુપ્તાએ કહ્યું કે, આ કેદીઓ વચ્ચે એકતા અને સદભાવની એક અદભૂત મિસાલ છે. તિહાર જેલમાં કેદીઓની સ્વિકૃત સંખ્યા 6 હજાર છે, પરંતુ વર્તમાનમાં અહી કુલ 13 હજાર કેદીઓ બંધ છે, જેમાં 3500 કેદી મુસ્લિમ સમુદાયના છે. ગુપ્તાએ કહ્યું કે જેલ પ્રશાસને રમજાન માટે સારી વ્યવસ્થા કરી લીધી છે, જેથી રોજેદારોને કોઇપણ પ્રકારની કઠનાઇ ના થાય.
તેમણે કહ્યું કે, રોજા રાખી રહેલા કેદીઓ માટે અમે વિશેષ વ્યવસ્થા કરી રહ્યાં છીએ. સવારે તેમને સેહરી માટે વિભિન્ન ખાદ્ય પ્રદાર્થ આપવામાં આવી રહ્યાં છે, જ્યારે સવારે સમુદાય ઇફ્તાર માટે ફળ, પકોડા અને અન્ય વાનગીઓ આપવામાં આવી છે. ગુપ્તાએ કહ્યું કે પોતાના મુસ્લિમ સાથીઓ સાથે હિન્દુ કેદીઓને પણ રોજા રાખવા તેમની વચ્ચેની મજબૂત એકતા પ્રતીક છે, જેમની પ્રશંસા કરવી જોઇએ.
ઇસ્લામિક વર્ષના નવમા મહિના રમજાનમાં મુસ્લિમ સવારથી સાંજ સુધી રોજા રાખે છે, જે દરમિયાન તેઓ કંઇપણ ખાતા નથી. આ દરમિયાન મુસ્લિમ સવારે ઉઠીને સેહરી કરે છે અને ત્યારબાદ સાંજે રોજા ખોલતા પહેલા કંઇ ખાતા નથી અને કંઇ પીતા નથી. સાંજે રોજા ખોલતી વખતે કરવામાં આવતા ભોજનને ઇફ્તાર કહેવામાં આવે છે.












Click it and Unblock the Notifications
