For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશ: છુટક હિંસાના બનાવો વચ્ચે 4 વાગ્યા સુધી 55% મતદાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભોપાલ: સોમવારે મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં 230 વિધાનસભા વિસ્તાર માટે 4.66 કરોડથી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. રાજ્યની 230 વિધાનસભા સીટો માટે 2, 586 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. અત્રે એક તબક્કામાં મતદાન થઇ રહ્યું છે.

upadate

- મધ્યપ્રદેશ વિધાનસભા માટે સોમવારે યોજાઇ રહેલ મતદાન દરમિયાન સાંજે ચાર વાગ્યા સુધી 55.56 સુધી મતદાન નોંધવામાં આવ્યું હતું. આ દરમિયાન ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં આઠ સ્થળોએ ઉપદ્રવીઓ દ્વારા ગોળીબાર કરવાના અને એક જગ્યાએ બીએસએફના જવાનોએ ગોળીબાર કર્યો હોવાના સમચાર છે. તેમછતાં મતદાન લઇને મતદારોમાં ઉત્સાહ છે, અને દરેક મતદાન કેન્દ્ર પર લાંબી કતારો જોવા મળી રહી છે.

- મુખ્ય ચૂંટણી અધિકારી કાંતા રાવે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે બપોરે ચાર વાગ્યા સુધી 55.56 ટકા મતદાન નોંધવામાં આવ્યું છે. આ દરમિયાન મુરૈના અને ભિંડમાં ચાર-ચાર મતદાન કેન્દ્રો પર ઉમેદવારોના સમર્થકોએ ગોળીબારી કરી છે. આ ઉપરાંત મુરૈનાના સુમાવલી વિધાનસભા વિસ્તારમાં ઉપદ્રવીઓ પર કાબૂ મેળવવા માટે બીએસએફના જવાનોએ હવામાં ગોળી ચલાવી હતી. ગોળીબારીમાં કોઇ નુકસાન થયું હોવાના સમાચાર નથી.

- મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સોમવારે યોજાઇ રહેલા મતદાન દરમિયાન છુટક હિંસા અને કેટલાક કેન્દ્રો પર ચૂંટણી બહિષ્કાર છતાં પ્રથમ છ કલાકોમાં એટલે બપોરે બે વાગ્યા સુધી 43.36 મતદાન થયું છે. આ જાણકારી મુખ્ય ચૂંટણી અધિકારી જયદીપ ગોવિંદે આપી છે.

- મધ્ય પ્રદેશ વિધાનસભા માટે સોમવારે થઇ રહેલા મતદાન દરમિયાન છુટક હિંસા ને કેટલાક કેન્દ્રો પર ચૂંટણી બહિષ્કાર છતાં ચાર કલાકમાં 26 ટકા મતદાન થયું. આ જાણકારી મુખ્ય ચૂંટણી અધિકારી જયદીપ ગોવિંદે આપી હતી.

election

ઘણા સ્થળો પર મતદાન શરૂ થયા પહેલા જ લોકો પહોંચીં ગયા હતા. નક્સલ પ્રભાવિત બાલાઘાટ જિલ્લાના ત્રણ વિધાનસભા વિસ્તારોમાં મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું, જ્યારે બાકીની 227 બેઠકો માટે મતદાન સવારે આઠ વાગે શરૂ કરવામાં આવ્યું. મતદાનને શાંતિપૂર્વક સંપન્ન કરાવવા માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્ય પોલીસની સાથે અર્ધસૈનિક દળને પણ ખડેપગે કરાયા છે. તેમજ નક્સલ પ્રભાવિત બાલાઘાટ અને સિંગરૌલીમાં હેલિકોપ્ટરથી નઝર રાખવામાં આવી રહી છે. આની સાથે જ અન્ય રાજ્યો સાથે જોડાયેલ 35 સીમાઓને સીલ કરી દેવામાં આવી છે.

મિઝોરમની વાત કરીએ તો અત્રે 40 વિધાનસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા સોમવારે સવારે સાત વાગ્યે શરૂ કરવામાં આવી. રાજ્યના 6.8 લાખથી વધારે મતદાતાઓ આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 142 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવા જઇ રહ્યા છે. અત્રે મતગણતરી 9 ડિસેમ્બરથી શરૂ થશે.

નવા ઉપકરણો વોટર-વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ(વીવીપીએટી) અંતર્ગત 10 વિધાનસભા બેઠકો પર મતદાન કરાવવામાં આવી રહ્યા છે. હાલની વિધાનસભામાં કોંગ્રેસના 30 અને મિઝો નેશનલ ફ્રંટના ત્રણ વિધાયક છે.

દેશમાં પહેલીવાર રાજ્યના દસ વિધાનસભા વિસ્તારમાં મતદાન કરવાની પરચી (વીવીપીએટી) પ્રક્રીયાનો મોટા પાસે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા નાગાલેન્ડમાં સપ્ટેમ્બર મહિનામાં થયેલા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પહેલીવાર આનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

વીવીપીએટી ઇવીએમ સાથે જોડાયેલ એક મશીન છે, જેના દ્વારા મતદાતા એની ખાતરી કરી શકે છે કે તેમની ઇચ્છા અનુસાર વોટ પડ્યો છે કે નહીં. મિઝોરમમાં સામાન્ય ઉમેદવારો માટે દક્ષિણ લુંગલેઇ જ એકમાત્ર બેઠક છે, બાકી તમામ બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે.

English summary
Brisk polling was underway in the Madhya Pradesh assembly elections Monday with 46.23 per cent voter turnout reported till 2 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X