યૌન શોષણના આરોપ બાદ ગૂગલે 13 સીનિયર સ્ટાફ સહિત 48ની કરી હકાલપટ્ટી

ગૂગલે એલાન કર્યુ છે કે કંપનીએ છેલ્લા બે વર્ષો દરમિયાન યૌન શોષણના આરોપ માટે 48 કર્મચારીઓની કંપનીમાંથી હકાલપટ્ટી કરી છે.

ગૂગલે એલાન કર્યુ છે કે કંપનીએ છેલ્લા બે વર્ષો દરમિયાન યૌન શોષણના આરોપ માટે 48 કર્મચારીઓની કંપનીમાંથી હકાલપટ્ટી કરી છે અને તેમને કોઈ વિશેષ પેકેજ આપ્યા વિના કાઢી નાખવામાં આવ્યા છે. ગૂગલ તરફથી આ નિવેદન તે રિપોર્ટ બાદ આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કંપનીએ યૌન શોષણના આરોપોનો સામનો કરનારા અમુક કર્મચારીઓને કંપની છોડવા માટે મોટી રકમની ઓફર આપી છે. કાઢી મૂકેલ લોકોમાં 13 વરિષ્ઠ મેનેજરો પણ શામેલ છે.

sundar pichai

ગૂગલ તરફથી આ કાર્યવાહી ન્યૂયોર્ક ટાઈન્સના એક સમાચારના જવાબમાં કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે એન્ડ્રોઈડનું નિર્માણ કરતા ગૂગલના એક વરિષ્ઠ કર્મચારી પર યૌન શોષણના આરોપ બાદ તેમને ભારે ભરખમ રકમ આપી કંપનીમાંથી હટાવવામાં આવ્યા. વળી, રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ હતુ કે કંપનીએ યૌન શોષણના અન્ય આરોપોને પણ છૂપાવવા માટે આ પ્રકારના કામ કર્યા છે.

જો કે ગૂગલ તરફથી કાઢી મૂકવામાં આવેલ સીનિયર અધિકારી એન્ડી રૂબિન કે કોઈ કર્મચારીનું નામ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યુ નથી. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પોતાના કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં લખ્યુ છે કે છેલ્લા અમુક વર્ષોમાં અમે ઘણા ફેરફાર કર્યા છે. અયોગ્ય વ્યવહાર કરનારા સામે કંપની આકરુ વલણ અપનાવશે. અમે બધા એક સેફ વર્કપ્લેસ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને વિશ્વાસ અપાવવા ઈચ્છીએ છીએ કે યૌન શોષણ અને અયોગ્ય વ્યવહારની દરેક ફરિયાદનો રિવ્યુ કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X