For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના નવા આંકડા ચિંતાજનક, માત્ર જુલાઇમાં જ 50 ટકા મામલા નોંધાયા

કોરોના વાયરસના નવા આંકડા ચિંતાજનક, માત્ર જુલાઇમાં જ 50 ટકા મામલા નોંધાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજા આંકડા મુજબ ગત 24 કલાકમાં કોવિડ-19ના 37148 નવા મામલા સામે આવ્યા છે અને 587 લોકોના મોત થયાં છે. હવે દેશમાં કુલ પોઝિટિવ મામલાની સખ્યા 11,55,191 થઇ ગઇ છે, જેમાં 4,02,529 સક્રિય મામલા છે, 7,24,578 સાજા થઇ ડિસ્ચાર્જ થઇ ગયા છે અને 28084ના મોત થયા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) મુજબ 20 જુલાઇ સુધી કોવિડ-19 માટે 1,43,81,303 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 3,33,395ના ટેસ્ટ સોમવારે કરાયા છે.

coronavirus

આંકડાઓ મુજબ 1લી જુલાએ ભારમતાં કોરોનાના 6.5 લાખ કેસ હતા. 20 જુલાઇ સુધીમાં આ આંકડા વધીને 11.54 લાખ થઇ ગયા એટલે કે માત્ર 20 જ દિવસમાં 48 ટકા જેટલા કેસ ઉમેરાયા છે. કોરોના વાયરસનો કહેર ભારતના દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં જોવા મળી રહ્યો છે. આ રાજ્યોમાં કેસ સતત વધી રહ્યા છે. AIIMSના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ જણાવ્યું કે, દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના નવા કેસમાં હરણફાળ ગતિએ વધારો થઇ રહ્યો છે. ત્યારે જો 20 જ દિવસમાં 48 ટકા નવા મામલા સામે આવ્યા હોય તો આગામી 2 મહિના પછી ભારતની હાલત દયનીય બની શકે છે.

આ પણ વાંચો

English summary
48% of total covid 19 cases in india reported in first 20 days of july
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X