For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં ભૂકંપનો કહેર, 5 લોકોનાં મોત 50થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં ભૂકંપનો કહેર, 5 લોકોનાં મોત 50થી વધુ ઘાયલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મંગળવારે સાંજે પાકિસ્તાનમાં ભૂકંપના તેજ ઝાટકાને કારણે ઉથલપાથલ મચી છે. વિવિધ જગ્યાએ આવેલ ભૂકંપથી ભારે નુકસાન થયું છે, આ કુદરતી આફતને પગલે 5 લોકોના મોત થયાં છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. પાકિસ્તાનના લાહોર, ઈસ્લામાબાદ, પીઓકે, રાવલપિંડી સિયાલકોટ અને કેટલાય શહેરોમાં ભૂકંપના 5.8 તીવ્રતાના ઝાટકા આવ્યા. સાઢા ચાર વાગ્યે આઠથી દસ સેકન્ડ સુધી ભૂકંપના ઝાટકા આવ્યા. જેનાથી કેટલાય મકાનો ધરાશાયી થયાં. કેટલીય જગ્યાએ રસ્તાઓમાં ખાડા પડી ગયા અને ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે.

earthquake

પાકિસ્તાનના કોહાટ, ચારસદ્દા, કસૂર, ફેસલાબાદ, ગુજરાત, સિયાલકોટ, એબટાબાદ, મનસેહરા, ચિત્રાલ, મલકંદ, મુલ્તાન, ઓકારા, નૌશેરા, અટક અને ઝંગ સહિત કેટલાય શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાકિસ્તાની મીડિયા મુજબ ભૂકંપથી ભારે તબાહી બાદ રાહત અને બચાવ દળ ઘટના સ્થળે પહોંચી ગયાં છે. ફસાયેલ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનમાં આવેલ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8ની માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી અંદર હતું.

earthquake

પાકિસ્તાનની સાથોસાથ ભારતના પણ કેટલાક વિસ્તારોમાં જોરદાર ઝાટકા મહેસૂસ કરવામાં આવ્યા. ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ચંદીગઢ સહિત ઉત્તર ભારતના કેટલાય શહેરોમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા. ભારતમાં ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી. ભારતમાં ભૂકંપથી જાનમાલના કોઈ નુકસાનના અહેવાલ મળ્યા નથી.

 આર્મીનો મહત્વનો ફેસલો, નાગરિકો માટે સિયાચિન ગ્લેશિયર ખુલું મુકાશે આર્મીનો મહત્વનો ફેસલો, નાગરિકો માટે સિયાચિન ગ્લેશિયર ખુલું મુકાશે

English summary
5.8 magnitude quake jolts Pakistan-occupied-Kashmir, many died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X