For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકની નાપાક હરકત, સીમા પર ફાયરિંગમાં 5 નાગરિકોના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 6 ઓક્ટોબર: જમ્મૂમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાની સૈનિકો દ્વારા બોર્ડરની અડીને આવેલા ગામ અને ચોકીઓ પર કરવામાં આવેલી ભારે ગોળીબારીમાં પાંચ લોકોના મોત નિપજ્યાં છે અને 26 લોકોને ઇજા પહોંચી છે. પાકિસ્તાન દ્વારા બોર્ડર સતત ફાયરિંગ ચાલુ છે. રાત્રે 1 વાગેથી પાકિસ્તાન ફાયરિંગ કરી રહ્યું છે. જમ્મૂના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા થઇ રહેલા ફાયરિંગમાં 5 ગ્રામીણોના મોત નિપજ્યાં છે, જ્યારે 26 લોકો ઘાયલ થયા છે.

ઇદ (બકરી ઇદ)ના અવસર પર પણ પાકિસ્તાન દ્વારા બોર્ડર પર ગોળીબારી ચાલુ છે. સતત પાંચમા દિવસે પાકિસ્તાન બોર્ડર પર ફાયરિંગ થઇ રહ્યું છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જમ્મૂ કાશ્મીરના તંગઘાર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા ત્રણ આતંકવાદીઓને સેનાના જવાઓએ ઠાર માર્યા.

firing-by-pakin-jammu-kashmir

અત્રે ઉલ્લેખનીય છે શુક્રવારે પણ એલઓસી પર પાકિસ્તાને ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવતાં ફાયરિંગ કર્યું હતું. જેમાં એકનું મોત નિપજ્યું હતું અને ચાર લોકોને ઇજા પહોંચી હતી. પાકિસ્તાને આ પહેલાં 30 સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરના રોજ પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

English summary
5 people killed in cross border firing by Pakistan in Jammu. Pakistan is constantly targeting Indian posts and firing is on by Pak side in civilian area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X