For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વખ ઘોળવાથી ભગવાન તો ન મળ્યા, પણ ગુમાવ્યો પરિવાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

poison
જયપુર, 27 માર્ચ: રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લામાં અંધવિશ્વાસના કારણે એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યાં છે. આ પરિવારના ત્રણ લોકો જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યાં છે.

સોમવારે રાત્રે બનેલી આ ઘટનાથી ગંગાપુર સિટીમાં હોળીના તહેવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ આ પરિવારના 42 વર્ષીય સરપંચ કંચન સિંહ રાજપૂત ધાર્મિક પૂજા પાઠમાં વિશ્વાસ ધરાવે છે. તેને ઘરવાળાઓને વિશ્વાસ અપાવ્યો હતો કે પ્રસાદમાં ઝેર ખાધા બાદ પણ ભગવાન ખુદ આવીને તેમનો જીવ બચાવશે.

ભગવાનને મેળવવાની ચાહતમાં પરિવારના બધા લોકોએ ઘરમાં હવન અને યજ્ઞ કર્યા બાદ રાત્રે લગભગ એક વાગે પ્રસાદમાં ઝેર મેળવી પ્રસાદ ખાઇ લીધો. આ પ્રસાદનું સેવન કર્યા બાદ એક પછી એક બધા બેભાન થઇ ગયા. આ ઘટનાની જાણ ત્યારે થઇ જ્યારે કંચન સિંહની ભત્રીજી રશ્મીને ભાન આવ્યું. તેને ઉલટીઓ થવા લાગી. તેને જોયું કે ઘરમાં બધા લોકો બેભાન છે અને ઉલટીઓ કરી રહ્યાં છે. રશ્મીએ પડોશીઓને આ ઘટના અંગે જાણ કરી. ત્યારબાદ પડોશીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી અને બધા લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા.

પરંતુ આ દરમિયાન ચાર લોકો મોતને ભેટી ચુક્યાં હતા. હોસ્પિટલમાં ભરતી કરાવ્યા બાદ વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. પરિવારના ત્રણ સભ્યોની હાલત નાજુક છે. જયપુરની સવાઇ માનસિંહ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલું છે. મહત્વની વાત એ છે કે પરિવારના મુખિયા પોતે કેમેરામેન હતા અને તેમને આખા ઘટનાક્રમનો વિડિયો કેમેરામાં કેદ કરવાની વ્યવસ્થા કરી હતી. ઘટના સ્થળ પર એક ટ્રાયપોડ પર વિડીયો કેમેરામાં હવનથી માંડીને ઝેર ખાવા સુધી અને ત્યારબાદનો ઘટનાક્રમ કેમેરામાં કેદ થઇ ગયો છે.

English summary
5 people ate poison to make God happy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X