For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્ર પ્રદેશમાં ટ્રેનની ટક્કરથી પાંચ લોકોના મોત

આંધ્ર પ્રદેશમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં પાંચ લોકોના ટ્રેનથી ટક્કરથી મોત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં પાંચ લોકોના ટ્રેનથી ટક્કરથી મોત થઈ ગયા છે. રિપોર્ટ મુજબ શ્રીકાકુલમ જિલ્લાના બટુવા ગામમાં આ દૂર્ઘટના બની છે. શ્રીકાકુલમના એસપી રાધિકાએ જણાવ્યુ કે 11 એપ્રિલની રાતે આ અકસ્માત થયો છે. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ બાબતે કેસ નોંધી લેવામાં આવ્યો છે. શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

train

પોલિસે જણાવ્યુ કે ગુવાહાટી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ જ્યારે ટેકનિકલ ખામીના કારણે ટ્રેક પર થોડી વાર માટે રોકાઈ ત્યારે અમુક મુસાફરો ટ્રેનથી નીચે ઉતરી ગયા હતા. આ દરમિયાન કોણાર્ક એક્સપ્રેસ બીજી દિશામાંથી ઘણી ઝડપથી આવી રહી હતી કે જે આ મુસાફરોને કચડીને નીકળી ગઈ. શ્રીકાકુલમના એસપીએ જણાવ્યુ કે ગુવાહાટી એક્સપ્રેસની કોઈએ ચેઈન ખેંચી દીધી હતી જેના કારણે ટ્રેન રોકાઈ ગઈ હતી. ત્યારબાદ પાંચ લોકો ટ્રેનમાંથી નીચે ઉતરીને ટ્રેક પર ઉભા હતા. એ વખતે કોણાર્ક એક્સપ્રેસ બાજુના ટ્રેક પર આવી ગઈ અને આ લોકોના ઘટના સ્થળે જ ટ્રેનની ટક્કરથી મોત થઈ ગયા.

મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રી કાર્યાલય અનુસાર જગન મોહન રેડ્ડીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે સ્થિતિ પર નજર રાખે અને ઘાયલોને દરેક સંભવ મદદ પૂરી પાડે. મુખ્યમંત્રીને આ દૂર્ઘટનાની માહિતી આપી દેવામાં આવી છે અને તે ખુદ આ દૂર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે.

English summary
5 people lost life as a train run over them in Andhra Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X