For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન પાયલટના આ મજબૂત તર્કોથી તેમના પક્ષમાં પલટી શકે છે બાજી

સચિન પાયલટ મુખ્યમંત્રીની રેસમાં અમુક હદ સુધી આગળ પણ છે તેના અમુક મહત્વના કારણો આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામ અંગે કોંગ્રેસની અંદર ઘમાસાણ સતત ચાલુ છે. પાર્ટીની અંદર સચિન પાયલટ અને અશોક ગેહલોત અંગે સતત મંથન ચાલુ છે કે રાજ્યના ભાવિ મુખ્યમંત્રી કોણ હશે. જો કે રાજસ્થાન કોંગ્રેસના વેણુગોપાલે સ્પષ્ટ કરી દીધુ છે કે હવે આ મુદ્દે કોઈ બેઠક નહિ થાય અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મુખ્યમંત્રીના નામનું આજે એલાન કરી દેશે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે રાજ્યના ભાવિ મુખ્યમંત્રી કોણ હશે. વળી, રાજસ્થાનના રસ્તાઓ પર સચિન પાયલટના સમર્થકો સતત તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. સચિન પાયલટ આ રેસમાં અમુક હદ સુધી આગળ પણ છે તેના અમુક મહત્વના કારણો પણ છે.

આ પણ વાંચોઃ રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સંપૂર્ણપણે ખોટોઃ પ્રશાંત ભૂષણઆ પણ વાંચોઃ રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સંપૂર્ણપણે ખોટોઃ પ્રશાંત ભૂષણ

ગેહલોતે આપ્યો બાગીઓનો સાથ

ગેહલોતે આપ્યો બાગીઓનો સાથ

વાસ્તવમાં સચિને રાહુલ ગાંધીને કહ્યુ કે ગેહલોતે અંદરખાનો બાગીઓને સાથ આપ્યો જેથી જો તેઓ જીતે તો બાદમાં સીએમની રેસમાં તેમનું સમર્થન મેળવી શકે. એટલા માટે પાર્ટીના અધિકૃત ઉમેદવારો માટે મુશ્કેલી ઉભી કરવામાં આવી અને તે હારી ગયા. એવામાં સચિન પાયલટના આ તરકને નજરઅંદાજ કરવો કોંગ્રેસ અધ્યક્ષ માટે સરળ નહિ રહે.

માત્ર ગુર્જર જાતિના નેતા નહિ

માત્ર ગુર્જર જાતિના નેતા નહિ

પોતાના પક્ષમાં સચિન પાયલટે એક બીજો તર્ક પણ આપ્યો છે. પાયલટે કહ્યુ કે મને માત્ર ગુર્જર જાતિનો નેતા ગણાવવામાં આવી રહ્યો છે જે એકદમ ખોટુ છે. મે ક્યારેય જાતિનું રાજકારણ નથી કર્યુ. હું બધાનું પ્રતિનિધિત્વ કરુ છુ. પાયલટના આ નિવેદનથી સ્પષ્ટ છે કે તે પોતાને દરેક સમાજ અને જાતિના નેતા કરીકે જુએ છે. માટે રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમની દાવેદારી વધુ મજબૂત થઈ છે.

કમલનાથ બની શકે છે સીએમ તો હું કેમ નહિ

કમલનાથ બની શકે છે સીએમ તો હું કેમ નહિ

માનવામાં આવી રહ્યુ હતુ કે જે રીતે મધ્ય પ્રદેશમાં કમલનાથને પીસીસીના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા તે રીતે રાજસ્થાનમાં પણ સચિન પાયલટને પણ પીસીસીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જો કે હવે કમલનાથને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો હવે સચિન પાયલટે એ તર્ક આપ્યો છે કે જો મધ્ય પ્રદેશમાં કમલનાથને મુખ્યમંત્રી બનાવી શકાય તો રાજસ્થાનમાં તેમને આ જવાબદારી કેમ ન આપી શકાય.

2019 પર નહિ પડે અસર

2019 પર નહિ પડે અસર

રાજસ્થાનના મુખ્યમંત્રી બનવાની રાહમાં સચિન પાયલટ માટે સૌથી મોટો રોડો છે 2019ની લોકસભા ચૂંટણી. વાસ્તવમાં એમ કહેવામાં આવી રહ્યુ છે કે જો સચિન પાયલટને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તો 2019માં કોંગ્રેસ પ્રદેશમાં સારુ પ્રદર્શન નહિ કરે પરંતુ સચિન પાયલટે તર્ક આપ્યો છે કે જ્યારે 2003, 2008માં ગેહલોત રાજ્યના મુખ્યમંત્રી બન્યા તો 2013 અને 2014માં પાર્ટીનું પ્રદર્શન કેમ નિરાશાજનક રહ્યુ.

કેમ ગયા દિલ્લીના રાજકારણમાં

કેમ ગયા દિલ્લીના રાજકારણમાં

રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે સચિન પાયલટે જે સૌથી મોટો તર્ક આપ્યો છે તે એ કે જો અશોક ગેહલોતને પાછા રાજ્યના રાજકારણમાં જ પાછા આવવુ હતુ તો તે દિલ્લીની રાજનીતિમાં કેમ ગયા. મહત્વની વાત એ છે કે અશોક ગેહલોતને કોંગ્રેસના મોટા નેતાઓએ પાર્ટીમાં મહત્વની જવાબદારીઓ સોંપેલી છે આના પર સવાલ ઉઠાવતા સચિન પાયલટનું કહેવુ છે કે કેન્દ્રીય સ્તર પર આટલી મોટી જવાબદારી લીધા બાદ એક વાર ફરીથી રાજ્યના રાજકારણમાં પાછા આવવુ ગેહલોત માટે બિલકુલ ઔચિત્યપૂર્ણ નથી.

English summary
5 strong arguments of Sachin Pilot can change the scenario for him in Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X