કુપવાડા: ઘુષણખોરીની કોશિશ કરી રહેલા 5 આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં કેરન સેક્ટરમાં આતંકવાદીઓની ઘુષણખોરીની કોશિશ સેનાએ નાકામ બનાવી દીધી છે.
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં કેરન સેક્ટરમાં આતંકવાદીઓની ઘુષણખોરીની કોશિશ સેનાએ નાકામ બનાવી દીધી છે. સેનાએ 5 આતંકીઓને મારી નાખ્યા છે. સેના અને આતંકીઓ વચ્ચે લડાઈ હજુ સુધી ચાલુ છે. મળતી જાણકારી અનુસાર હજુ પણ અહીં કેટલાક આતંકીઓ છુપાયેલા હોય શકે છે, જેની તપાસ સેના કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત આતંકીઓ સાથે કુપવાડામાં સેનાની લડાઈ ચાલી રહી છે.

આ પહેલા ગુરુવારે પણ આતંકીઓ ઘ્વારા સેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓ ઘ્વારા સેનાની પેટ્રોલિંગ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે જવાબો ઘાયલ પણ થયા હતા. ત્યારપછી વિદેશમંત્રાલય ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાને વર્ષ 2003 થી 2018 સુધી 1000 વાર યુદ્ધવિરામનું ઉલ્લંગન કર્યું છે.
પાકિસ્તાન તરફ થી સતત યુદ્ધવિરામનું ઉલ્લંગન કરવામાં આવી રહ્યું છે. એક તરફ જ્યાં પાકિસ્તાની રેંજર્સ યુદ્ધવિરામનું ઉલ્લંગન કરીને ભારતીય ચોકીઓ પર ગોળીબારી કરી રહ્યા છે, ત્યાં જ બીજી બાજુ ફાયરિંગની આડમાં આંતકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
