એક દિવસમાં કોરોનાના 50,000 નવા કેસ, કુલ મામલા 14 લાખને પાર

દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા તેજીથી વધી રહી છે. સતત ત્રીજા દિવસે 50 હજાર મામલા સામે સામે આવ્યા છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા તેજીથી વધી રહી છે. સતત ત્રીજા દિવસે 50 હજાર મામલા સામે સામે આવ્યા છે અને સંક્રમિતોની સંખ્યા 14 લાખના આંકડાને પાર કરી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં દેશમાં 49,931 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 14,35,453 સુધી પહોંચી ગઇ છે. દેશમાં 4,85,114 મામલા સક્રિય છે. જ્યારે મૃતકોની વાત કરીએ તો જણાવી દઇએ કે પાછલા 24 કલાકમાં અહીં 708 લોકોના મોત થયાં છે, જે બાદ કુલ મૃતકોની સંખ્યા 32,771 થઇ ગઇ છે.

9,17,568 લોકો થયા રિકવર

9,17,568 લોકો થયા રિકવર

કોવિડ-19થી ઠીક થનાર લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, અત્યાર સુધી કુલ 9,17,568 લોકો આ ખતરનાક વાયરસને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. જો કે પોઝિટિવિટી રેટમાં ગિરાવટ પણ જોવા મળી છે. જે હવે 9.68 ટકા પર પહોંચી ગયો છે જ્યારે રિકવરી રેટમાં પણ મામૂલી વધારો જોવા મળ્યો છે. તાજા આંકડાઓમાં આ 63.92 એટલે કે 64 ટકાની આસપાસ પહોંચી ગયો છે.

સંક્રમિતોનો આંકડો 14 લાખને પાર

સંક્રમિતોનો આંકડો 14 લાખને પાર

કોરોના વાયરસની સ્થિતિ અતિ ગભીર થઇ ગઇ છે. 1 લાખ સંક્રમિતોનો આંકડો થવામાં 110 દિવસનો સમય લાગ્યો હતો જ્યારે 179 દિવસ બાદ આ આંકડો 14 લાખને પાર થઇ ગયો છે. એટલે કે પાછલા 69 દિવસમાં દેશમાં 13 લાખ નવા સંક્રમિત મામલા સામે આવ્યા છે.

ટેસ્ટિંગની સંખ્યામાં તેજી

ટેસ્ટિંગની સંખ્યામાં તેજી

કોરોના વાયરસના સંદર્ભમાં એક ગુડ ન્યૂઝ એ પણ છે કે હવે ટેસ્ટિંગની સંખ્યામાં તેજી જોવા મળી રહી છે. આઈસીએમઆરના આંકડા મુજબ 26 જુલાઇએ 5,15,472 લોકોના ટેસ્ટ થયા હતા. જ્યારે અત્યાર સુધી કુલ 1,68,06,803 લોકોના ટેસ્ટ કરાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X