Mahakumbh 2025માં 50 કરોડ લોકોએ લગાવી ડૂબકી, ભારત પછી સૌથી વધુ ચીનમાંથી આવ્યા શ્રદ્ધાળુ
144 વર્ષ પહેલાં પ્રયાગરાજમાં આયોજિત દિવ્ય અને ભવ્ય મહાકુંભ 2025માં એક મેગા રેકોર્ડ બની ગયો છે. 13 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં ડૂબકી લગાવી છે. હજુ વધુ ભક્તોનું આગમન ચાલુ છે. મહાકુંભમાં ફક્ત ભારતમાંથી જ નહીં પરંતુ ચીન અને પાકિસ્તાનમાંથી પણ શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે.
પ્રયાગરાજ મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું કે 14 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરનારા લોકોની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. લોકો ખૂબ જ સારી રીતે સ્નાન રહ્યાં છે. ભવિષ્યમાં પણ જ્યાં સુધી ભક્તો આવતા રહેશે, ત્યાં સુધી દરેક વ્યક્તિ સુરક્ષિત સ્નાન કરી શકશે.
ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં લગભગ 55 લાખ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું હતુ . આજે પણ અહીં ઘણી ભીડ છે. જોકે, સમગ્ર કુંભ મેળા વિસ્તારમાં હજુ સુધી ટ્રાફિક જામની કોઈ ફરિયાદ નથી. અમે શનિવાર અને રવિવાર માટે ખાસ ગોઠવણ કરી છે. શનિવાર અને રવિવારે સવારથી સાંજ સુધી નો-વ્હીકલ ઝોન રહેશે.
ફક્ત ઈમરજન્સી સેવાના વાહનનોને પ્રવેશ
ફક્ત ઇમરજન્સી સેવાના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. અત્યાર સુધીમાં સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ભારતની આધ્યાત્મિકતા, એકતા, સમાનતા અને સંવાદિતાના જીવંત પ્રતીક પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માં 50 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવી છે.

માનવીય મૂલ્યોની શ્રેષ્ઠ અભિવ્યક્તિ
ભારતની કુલ વસ્તીમાંથી 110 કરોડ નાગરિકો સનાતન ધર્મના અનુયાયી છે અને તેમાંથી 50 કરોડથી વધુ નાગરિકો સંગમમાં પવિત્ર ડૂબકી લગાવે છે તે ઉત્તમ માનવીય મૂલ્યોની શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે અને મહાન સનાતનમાં વધતી શ્રદ્ધાનું પ્રતીક છે. એકતા અને શ્રદ્ધાના આ 'મહાયજ્ઞ'માં પવિત્ર સ્નાન કરવાનો પવિત્ર લાભ મેળવનારા તમામ ભક્તોને હાર્દિક અભિનંદન!
સૌથી વધુ ચીનથી આવ્યા શ્રદ્ધાળુઓ
યુએસ સેન્સસ બ્યુરોએ મહાકુંભ 2025 માટે વિશ્વભરમાંથી આવનારા ભક્તોની સંખ્યાનો ડેટા જાહેર કર્યો છે. યુએસ સેન્સસ બ્યુરોના રિપોર્ટ મુજબ, વિશ્વભરના 200 થી વધુ દેશોમાંથી ભક્તો પ્રયાગરાજ મહાકુંભ 2025માં આવ્યા છે. - ભારતમાંથી 1,41,93,16,93- ચીનથી 1,40,71,81,209 - યુએસએથી 34,20,34,432 - ઇન્ડોનેશિયાથી 28,35,78,097 - પાકિસ્તાનથી 25,70,47,044- નાઇજીરીયાથી 24,27,94,751 બ્રાઝિલથી 22,13,59,387 બાંગ્લાદેશથી 17,01,83,961 - રશિયાથી 14,01,34,279 - મેક્સિકોથી 13,17,41,347
સનાતન ધર્મનું વિશાળ પ્રતિક
ભારતમાંથી મહાકુંભમાં આવનારા ભક્તોની સંખ્યા અત્યાર સુધીમાં ૫૦ કરોડનો આંકડો વટાવી ગઈ છે. ભારત પછી, સૌથી વધુ શ્રદ્ધાળુઓ ચીનથી આવ્યા છે. આ દર્શાવે છે કે મહાકુંભ હવે માત્ર એક ઉત્સવ નથી રહ્યો, પરંતુ તે સનાતન ધર્મના વિશાળ સ્વરૂપનું પ્રતીક બની ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
