'56,700 ભારતીયોને સાઉદી અરબથી પરત ફરવાનો ખતરો'

ઉર્દૂ સમાચાર પત્રોના એડિટરો સાથેની વાતચીત દરમિયાન સલમાન ખુર્શીદે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 56,700 ભારતીયોએ ભારતીય દૂતાવાસ સમક્ષ ભારત ફરવા માટેની અનુમતિ માટે આવેદન કર્યું છે કારણ કે તેમની પાસે કાનૂની દસ્તાવેજો કે મુસાફરી દસ્તાવેજ નથી.
તેમને કહ્યું હતું કે તે બે દિવસની યાત્રા પર સાઉદી અરબ જઇ રહ્યાં છે જ્યાં ત્યાંના વિદેશ મંત્રી ફૈસલ અલ સઉદ અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી નિતકત નિતિથી ભારતીય કારીગરો સામે ઉત્પન્ન થનારી પરેશાની સહિત વિભિન્ન દ્રિપક્ષીય કેસ પર વાતચીત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નિતકત નિતિ હેઠળ સાઉદી અરબે દેશની બધી કંપનીઓને રોજગારમાં 10 ટકા સાઉદી નાગરિકોને અનામત આપવાનું ફરજિયાત કર્યુ છે.












Click it and Unblock the Notifications
