For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોના વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં નોંધાયા 58,097 નવા કેસ, 534 લોકોના મોત

દેશમાં વધી રહેલા કોરોના કેસ હવે ફરી ડરવા લાગ્યા છે. બુધવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,097 નવા કેસ નોંધાયા છે અને 534 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશમાં વધી રહેલા કોરોના કેસ હવે ફરી ડરવા લાગ્યા છે. બુધવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,097 નવા કેસ નોંધાયા છે અને 534 લોકોના મોત થયા છે. જ્યારે 15,389 લોકો સાજા પણ થયા છે.

નવા કેસ આવ્યા બાદ ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ વધીને 2,14,004 થઈ ગયા છે. દેશમાં સંક્રમિતથી મૃત્યુઆંક વધીને 4,82,551 થઈ ગયો છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 147.72 કરોડ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. દેશનો પોઝિટિવિટી રેટ વધીને 4.18 ટકા થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 653 કેસ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 653 કેસ

દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 2,135 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 653 અને 464 કેસ છે. ઓમિક્રોનના 2,135 દર્દીઓમાંથી828 દર્દીઓ રિકવર પણ થયા છે.

મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા, હિમાચલ પ્રદેશ, કેરળ, ગોવા,પંજાબ અને તેલંગાણાના કેસ સહિત કોરોનાના કેસ 50,000ને વટાવી ગયા છે.

ઘરની બહાર નીકળતા સમયે માસ્ક પહેરો

ઘરની બહાર નીકળતા સમયે માસ્ક પહેરો

WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ તેના માટે ચિંતા કરવાની જરૂર નથી. તેનાથી બચવામાટે ખૂબ જ સાવચેતી અને સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે, સાવધાની એ નિવારણ છે.

જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો. દરેકના મનમાંઆ વાત સ્પષ્ટપણે હોવી જોઈએ કે, કોરોના વાયરસનો અંત આવ્યો નથી અને દરેકે સતર્ક રહેવાની જરૂર છે.

ચિંતા કરવાની જરૂર નથી પણ સાવધાન રહેવાની જરૂર છે

ચિંતા કરવાની જરૂર નથી પણ સાવધાન રહેવાની જરૂર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ઓમિક્રોન વિશે ચિંતા કરવાની નહીં, સાવચેત રહેવાની જરૂર છે. તેમણે જાહેરાત કરી હતી કે, 10 જાન્યુઆરીથી આરોગ્યકર્મચારીઓ અને ગંભીર બીમારીથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ડોકટર્સની સલાહ પર કોરોના રસીના પ્રીકોશન ડોઝ આપવામાં આવશે.

English summary
India reports 58097 fresh COVID cases, 15,389 recoveries, and 534 deaths in the last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X