કાળા જાદુના ચક્કરમાં ગુમાવ્યા 59 લાખ, પતિને વશમાં કરવા માંગતી હતી પત્ની
મુંબઇ જેવા અધુનિક શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં પોતાના પતિને વશ કરવાના ચક્કરમાં પત્ની 59 લાખ રૂપિયા ગુમાવ્યા છે.
આજે દુનિયા બ્લેક હોલ પર રિસર્ચ કરી રહી છે, ત્યારે ઘણા લોકો એવા પણ છે અંધશ્રદ્ધા અને કાળા જાદુના કાદવમાં ફસાયેલા છે. હાલ ભલે મેડિકલ સાયન્સ ભલે ગમે એટલુ આગળ વધી ગયું કે તેઓ એક વ્યક્તિનું અંગ બીજા વ્યક્તિમાં પ્રત્યારોપણ કરી શકે છે, પણ ઘણા એવા લોકો પણ દુનિયામાં છે જેઓ માને છે કે, કાળા જાદુથી અન્ય લોકોને કાબુ કરી શકાય છે તેવું માને છે. આવું માનવાવાળા ઘણા લોકો આસાનીથી છેતરાઇ જાય છે.
આવો જ એક કિસ્સો મુંબઇ જેવા અધુનિક શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં પોતાના પતિને વશ કરવાના ચક્કરમાં પત્ની 59 લાખ રૂપિયા ગુમાવ્યા છે. આ અંગે એક બિઝનેસમેન દ્વારા તેની પત્ની, જ્યોતિષ અને તેની પત્નીના પૂર્વ પ્રેમી સામે છેતરપિંડી અને પૈસા પડાવવા અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઓકટોબરમાં થઇ હતી છેતરપિંડી
રિપોર્ટ અનુસાર, જ્યોતિષી અને મહિલાના પૂર્વ પ્રેમીએ મળીને એક બિઝનેસમેનની પત્નીને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેઓ 'બ્લેક મેજિક' કરીને તેના પતિને વશમાં કરી શકે છે. તેના બદલામાં તેની પાસેથી 24 લાખ રૂપિયાનું સોનું અને 35 લાખ રૂપિયા રોકડા લીધા હતા.
પવઈ પોલીસનું કહેવું છે કે, તેમણે શનિવારના રોજ બાદલ શર્મા (જ્યોતિષી) અને પરેશ ગડા (પૂર્વ બોયફ્રેન્ડ) વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આરોપીએ વેપારીની પત્ની પાસેથી જે પૈસા પડાવી લીધા હતા, તે વેપારીએ તેના કર્મચારીઓને દિવાળી બોનસ આપવા માટે રાખ્યા હતા. આ છેતરપિંડી 13-18 ઓક્ટોબર વચ્ચે થઈ હતી.

જ્યોતિષે આ રીતે સાધ્યો સંપર્ક
પોલીસ પૂછપરછ દરમિયાન બિઝનેસમેનની 38 વર્ષીય પત્નીએ જણાવ્યું કે, તેણે ઓકટોબરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જોઈ હતી. તેમાં પતિને વશ કરવાની વાત લખવામાં આવી હતી. કારણ કે, મહિલાનો પતિ ફક્ત તેના ભાઈ અને પરિવારની વાત સાંભળતો હતો અને તેની સાથે મારપીટ કરતો હતો, તેથી તેણે તે જ્યોતિષનો સંપર્ક કર્યો હતો.
આ કામમાં પરેશે બાદલની મદદ કરી હતી. મહિલાએ દાવો કર્યો હતો કે, બાદલે તેને જણાવ્યું હતું કે, તે તેના પતિને વશ કરવા માટે કાળો જાદુ કરશે. આ પછી આરોપીએ પૂજાના નામે તેની પાસેથી 59 લાખ રૂપિયા લીધા હતા.

આવી રીતે ફુટ્યો ભાંડો
જ્યારે 39 વર્ષીય વેપારીએ દિવાળીના અવસર પર તેના સ્ટાફને બોનસ આપવા માટે કબાટમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કર્યું, ત્યારે 35 લાખ રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. વેપારીનું કહેવું છે કે, શરૂઆતમાં તેની પત્નીએ તેને કંઈ કહ્યું ન હતું.
જે બાદમાં જ્યારે મેં અને મારા ભાઈએ તેને વિશ્વાસમાં લીધી, ત્યારે તેણે સઘળી હકીકત કહી હતી. આ સાથે તેની પત્નીએ એમ પણ જણાવ્યું કે, તેણે તેમને સોનાના ઘરેણા પણ આપ્યા છે.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, 13 વર્ષ પહેલા વેપારીની પત્ની અને પરેશ વચ્ચે અફેર હતું. તે સમયે મામલો ઉકેલાઈ ગયો હતો, પરંતુ અફેરની જાણ થતાં વેપારી અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.












Click it and Unblock the Notifications
