કોરોના વાયરસના સક્રિય કેસ 4 લાખને પાર, એક દિવસમાં મળ્યા 59118 નવા દર્દી

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને દિલ્લી સાથે-સાથે દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. જાણો લેટેસ્ટ આંકડા..

નવી દિલ્લીઃ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને દિલ્લી સાથે-સાથે દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 59,118 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન 257 દર્દીઓના મોત થયા છે. વળી, છેલ્લા એક દિવસમાં અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસના 32,987 દર્દી રિકવર થયા છે ત્યારબાદ સક્રિય કેસ વધીને 4,21,066 થઈ ગયા છે.

coronavirus

કોરોના વાયરસના દૈનિક કેસોમાં સૌથી વધુ ઉછાળો છેલ્લા બે દિવસમાં જોવા મળ્યો છે જ્યારે એક દિવસની અંદર 50 હજારથી વધુ કેસ મળ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ નવા દર્દી મળ્યા બાદ કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,18,46,652 સુધી પહોંચી ગયા છે જેમાં અત્યાર સુધી 1,12,64,637 દર્દી રિકવર થયા છે. કોરોના વાયરસ સામે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી 5,55,04,440 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે.

કોરોનાથી પ્રભાવિત ટૉપ-9 શહેર એકલા મહારાષ્ટ્રમાં

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સૌથી વધુ કેસ બે રાજ્ય મહારાષ્ટ્ર અને પંજાબમાં સામે આવી રહ્યા છે. વળી, જે 10 શહેરોમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ આવી રહ્યા છે તેમાંથી પણ 9 શહેર એકલા મહારાષ્ટ્રમાં છે. કોરોનાનો વધતો પ્રકોપ જોઈને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં લૉકડાઉન અને અમુક જગ્યાઓએ સાપ્તાહિક પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અનિવાર્ય રીતે માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન ન કરવા પર દંડ માટે કડકાઈ વધારવામાં આવી છે. ગુરુવારે બીએમસીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે પરંતુ હાલમાં સ્થિતિ કાબુમાં છે. ગુરુવારે વિશેષજ્ઞોના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે એપ્રિલના મહિનામાં કોરોના વાયરસનુ સંક્રમણ પોતાના ચરમ પર હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X