• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદી આપ્યું તેમના સરળ સ્વભાવનું ઉદાહરણ

|

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નવી દિલ્હીમાં જજ સમારંભમાં હાજરી આપવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યું તેમના સરળ સ્વભાવનું ઉદાહરણ. આ પ્રસંગે ભાગદોડના કારણે એક પત્રકાર નીચે પડી જતા નરેન્દ્ર મોદીએ પોતાનો હાથ લંબાવી તેને ઉભા થવામાં મદદ કરી.

આમ આદમી

આમ આદમી

આમ આદમી બન્યા ખાસ. વીવીઆપી પ્રથાથી પોતાને દૂર રાખનારા કેજરીવાલ બન્યા ખાસ. આપના ફંક્શન, એન્ટીકરપ્શન હેલ્પલાઇનના ઉદ્ધાટન સમારંભમાં બાઉન્સોને બોલાવીને આમ અને ખાસ લોકોને અગલ અગલ કરવામાં આવ્યા. એટલું જ નહીં સામાન્ય લોકો જોડે આ બાઉન્સરો દૂરવ્યવહાર પણ કર્યો.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ક્રિકેટટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બૂલેટ પર સવાર થઇને રાંચીની ગલીઓમાં ફરવા નીકળ્યા.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશ

મુરૈનામાં વધુ એક પોલિસકર્મી બન્યો સેન્ડ માફિયાનો ભોગ. કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ચૌહાણને ચંબલ નદીમાંથી ગેરકાનૂની રીતે રેતી લઇ જતા ખટારાને રોકતા, ટ્રક ડ્રાઇવરે તેને ટ્રક નીચે ચકદી કાઢ્યો.

નવી દિલ્હી

નવી દિલ્હી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે નવી દિલ્હીમાં ભષ્ટ્રાચાર વિરોધી હેલ્પલાઇન નંબર લોન્ચ કર્યો. 1031 નંબરની આ હેલ્પલાઇને લોન્ચ કરતી વખતે કેજરીવાલ, મોદી પર પરોક્ષ આરોપ કરવાનું પણ ના ચૂક્યા. તેમણે કહ્યું કે આ હેલ્પલાઇન બતાવે છે કે અમે કામ કરીએ છીએ બીજાને જેમ ખાલી દેખાડો નથી કરતા.

અઝીમ પ્રેમજી

અઝીમ પ્રેમજી

રવિવારે આરએસએસના એક કાર્યક્રમમાં વિપ્રો ગ્રુપના ચેરમેન અઝીમ પ્રેમજીએ હાજરી આપતા હોહાપો થઇ ગયો. જો કે ત્યારબાદ પ્રેમજીએ આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યુ હતું કે તે રાષ્ટ્રિય સ્વયંસેવક સંધની વિચારધારાઓને પ્રોત્સાહન નથી આપતા, પણ તેમના દ્વારા કરવામાં આવેલા સારા કામને બિરદાવા તેમણે ત્યાં હાજરી આપી હતી.

લદ્દાખ

લદ્દાખ

ચીની સેના ફરી ધૂસી આવ્યું ભારતીય સીમામાં. 20 માર્ચ અને 28 માર્ચે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી લદ્દાખના ઓલ્ડ પેટ્રોલ પોઉન્ટ વિસ્તાર જે ભારત અંગર્ગત આવે છે ત્યાં સુધી આવી ગઇ હતી પણ ભારતીય સેનાની ચાંપતી નજરના કારણે તેમને ત્યાંથી પાછા હટવું પડ્યું હતું.

નવી દિલ્હી

નવી દિલ્હી

દક્ષિણ દિલ્હીના ઓખલા ફેઝ 2માં લાગી ભીષણ આગ. રવિવારે લાગેલી આ આગમાં સમયસર લોકોને બહાર નીકાળી દેતા મોટી જાનહાની થતા ટળી છે.

ફરીદાબાદ

ફરીદાબાદ

ફરીદાબાદની મ્યુનિસિપલ કોર્પોરેશને રવિવારે ફરિદાબાદમાં ન્યૂ ઇન્સ્ટ્રીયલ ટાઉનશીપ ખાતે અતિક્રમણને દૂર કર્યું.

ગુડગાંવ

ગુડગાંવ

આપ કાર્યકર્તાઓએ રવિવારે આઇએસએસ અધિકારી અશોક ખેમકાના ટ્રાન્સફર મામલે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટુનું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કર્યું.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના અલિપુરદુઆર જિલ્લામાં ચક્રવાતના કારણે રહેણાંક વિસ્તારમાં કેટલાક વૃક્ષ પડી ગયા હતા.

કોલકત્તા

કોલકત્તા

કોલકત્તાના ઇડન ગાર્ડનમાં પ્રેક્ટિસ કર્યા બાદ કેકેઆરના કેપ્ટન ગૌતમ ગંભીર બહાર આવી રહ્યા છે. નોંધનીય છે કે 8 એપ્રિલથી આઇપીએલ ટૂર્નામેન્ટની શરૂઆત થવાની છે જેને પગલે તમામ ટીમો હાલ પ્રેક્ટિસ કરી રહી છે.

હૈદરાબાદ

હૈદરાબાદ

હૈદરાબાદમાં યોજાયા એફ 1 શો. જેમાં જાણીતા ફોર્મ્યુલા વન રેસન ડેવિડ કોય્લથાર્ડે ચલાવી ફોર્મ્યુલા વન કાર. આ શોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા.

મિર્ઝાપુર

મિર્ઝાપુર

મિર્ઝાપુરમાં વિંદ્યાવાસીની દેવીના નક્ષી પૂજા ઉત્સવ દરમિયાન એક વિદેશી ભક્ત પાણી ભરેલી માટલા સાથે પોઝ આપી રહ્યો છે.

ગુલમર્ગ

ગુલમર્ગ

રવિવારે પ્રવાસીઓએ ગુલમર્ગમાં હિમવર્ષાના કારણે બરફ સાથે રમવાની મઝા માણી હતી. એક બાળકી આ ફોટામાં તેની માતા પર બરફનો મોટો ગોળા ફેંકી રહી છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ભૂતપૂર્વ ધારાસભ્ય ભરત સિંહના હત્યા મામલે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. નોંધનીય છે કે કેટલાક દિવસો પહેલા એક સમારંભમાં ભરત સિંહ અને તેમના બે ગાર્ડ પર અંધાધૂન ગોળીઓ ચલાવીને હત્યારોઓ ભાગી છૂટ્યા હતા.

નવી દિલ્હી

નવી દિલ્હી

ઇન્ડિયા ગેટ પાસે આવેલા પાર્કમાં આજે સવારે ઝાડ પર લટકેલી એક લાશ મળી આવતા હોહાપો મચ્યો હતો. પ્રથમ તપાસ મુજબ આત્મહત્યાનો કેસ લાગતા આ મામલામાં પોલિસે હાલ તપાસ હાથ ધરી છે. જો કે આ વિસ્તારમાં હંમેશા ચાંપતો બંદોવસ્ત રાખવામાં આવે છે ત્યારે આ અજાણી વ્યક્તિ કઇ રીતે અહીં આત્મહત્યા કરી તે વાતથી તંત્ર આશ્ચર્યચકિત છે.

મેરઠ

મેરઠ

મેરઠના લોહિયા નગરમાં આવેલ કાશીરામ આવાસમાં લાગી ભીષણ આગ. આ આગમાં 4 બાળકો અને બે મહિલાઓ જીવતી બળી મરી. અને અન્ય બે વ્યક્તિઓની હાલત હાલ ગંભીર છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પર્યાવરણ બચાવ અભિયાન હેઠળ બે દિવસીય સંમેલનની શરૂઆત કરી. આ પ્રસંગે પીએમએ હવાની તપાસ માટે ઇન્ડેક્સ પણ જાહેર કરી. આ ઇડેક્સ દેશના 10 મોટા શહેરોમાં લોન્ચ કરાશે. વધુમાં પ્રદૂષણમાં આમ લોકોને જોડાવા માટે મોદીએ લોકોને એક દિવસ ઓફિસે સાયકલ લઇને જવાનું સૂચન કર્યું.

મનોહર પર્રિકર

મનોહર પર્રિકર

રક્ષા પ્રધાન મનોહર પર્રિકરે કહ્યું કે યમનમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને નીકાળવાનું કામ આજે સાંજ સુધીમાં પૂરું થઇ જશે. નોંધનીય છે કે "ઓપરેશ રાહત" હેઠળ અત્યારસુધી માત્ર ભારતીયોને જ નહીં અન્ય દેશોના નાગરિકોને પણ નીકાળવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરમાં આંતકીઓનો હાહાકાર. ચાર કલાકમાં 3 હુમલા. વેલીમાં આંતકીઓએ ત્રણ અલગ અલગ જગ્યા હુમલો કરીને માત્ર 4 કલાકમાં 3 પોલિસકર્મીઓની લાશો પાથરી દીધી. બારામૂલ્લા, શોપિયાં અને ત્રાલમાં થયા 4 કલાકમાં 3 આંતકી હુમલા થયા.

English summary
6 April: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more