છત્તિસગઢમાં આઈટીબીપી જવાનો વચ્ચે ઘર્ષણ, 6ના મોત, 2 ઘાયલ
છત્તીસગઢના નારાયણપુરમાં એક મોટી ઘટના બની છે. અહીં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. કહેવામાં આવી રહ્યું છેકે આ ઘટનામાં છ સૈનિકોનાં મોત નીપજ્યાં છે અને બે ઘાયલ થયા છે. નારાયણપુરના એસપી મોહિત ગર્ગે સત્તાવાર રીતે આ ઘટનાની પુષ્ટિ કરી છે. હજી સુધી તે જાણી શકાયું નથી કે સૈનિકોમાં આવી પરિસ્થિતિ કેમ થઈ કે તેમના પોતાના સાથીઓએ અંદરો અંદર ઘર્ષણ કરીને પોતાનો જીવ ગુમાવ્યો? ઘટના અંગેની વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
બુધવારે સવારે આઠ વાગ્યે આઇટીબીપીના બી/45 બટાલિયન કાદેનાર કેમ્પમાં આ ઘટના બની હતી. યુવાન રહેમાન ખાને તેના સાથીદારો ઉપર ફાયરિંગ કર્યું હતું. રહેમાને પોતાના અંગત હથિયારથી ફાયરિંગ કરી અને તેમાં છ સૈનિકો માર્યા ગયા. તે જ સમયે, બે સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા રાયપુર લાવવામાં આવી રહ્યા છે.