મોદીના 10 સૂત્રોમાંથી 6 યૂપીએ સરકારના: કોંગ્રેસ

નવી દિલ્હી, 30 મે: યૂપીએ સરકારમાં મંત્રી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે જણાવ્યું છે કે જો મોદી સરકાર લોકસભામાં તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ કોઇ બિલને પાસ કરાવવા ઇચ્છે છે તો કોંગ્રેસ તેમાં સંપૂર્ણ સપોર્ટ કરશે.

શશિ થરૂરે કોંગ્રેસની અધિકારીકતા પ્રેસવાર્તામાં જણાવ્યું કે નવી સરકારે સ્વતંત્ર બ્યૂરોક્રસીના મામલામાં યૂપીએ સરકારના વિચારને યોગ્ય ગણાવ્યા છે અને અમે તેનું સ્વાગત કરીએ છે. મોદીના દસ સૂત્રીય એજન્ડા પર પ્રતિક્રિયા આપતા શશિ થરૂરે જણાવ્યું કે મોદીના 10માંથી છ સૂત્રો તો સીધેસીધા યૂપીએ સરકારના સૂત્રોમાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે.

બદાયૂંના ગેંગરેપ અને હત્યાના મામલામાં શશિ થરૂરે જણાવ્યું કે અમે સીબીઆઇ તપાસની માંગ હજી નહીં કરે, પહેલા યૂપી પોલીસની આ મામલમાં કાર્યવાહી જોવી જોઇએ. રાહુલ ગાંધીના બદાયૂ જવાના મુદ્દા પર થરૂરે જણાવ્યું કે આ અંગે તેમની પાસે હજી સુધી કોઇ જાણકારી નથી.

shashi tharoor
વાઢેરાને એરપોર્ટ પર સુરક્ષા તપાસમાંથી છૂટની સમીક્ષાના મુદ્દા પર થરૂરે જણાવ્યું કે વાઢેરાને છૂટ કોંગ્રેસે નથી આપી. એ એસપીજીનો નિર્ણય હતો અને હવે એ એની પર છે કે તેઓ તેને હટાવે છે કે નહીં. કોંગ્રેસનો આ મામલે કોઇ લેવાદેવા નથી, અને પાર્ટીએ તેને ક્યારેય મુદ્દો નથી બનાવ્યો.

રાવ ઇંદ્રજીત સિંહને મંત્રી બનાવવા પર થરૂરે જણાવ્યું કે ભાજપે એ જ રાવ ઇંદ્રજીત સિંહને મંત્રી બનાવી દીધા જેમની વિરુધ્ધ તેમણે આરોપ લગાવ્યા હતા તો શું ભાજપના આરોપ રાજનીતિથી પ્રેરિત હતા. રાહુલના સલાહકારોને હાર માટે જવાબદાર બતાવવાના મુદ્દા પર થરૂરે જણાવ્યું કે કોઇ પણ વ્યક્તિને પોતાના સલાહકાર ચૂંટવાનો હક હોય છે અને સલાહકાર હોવાના નાતે અમે સૌ જવાબદાર છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X