અસમ રાઈફલ્સના ઑપરેશમાં ઠાર મરાયા 6 NSCN આતંકીઓ
અસમ રાઈફલ્સે શનિવારે અરુણાચલ પ્રદેશમાં એક ઑપરેશનમાં એનએસસીએનના છ આતંકીઓને ઠાર માર્યા છે.
ગુવાહાટીઃ અસમ રાઈફલ્સે શનિવારે અરુણાચલ પ્રદેશમાં એક ઑપરેશનમાં એનએસસીએનના છ આતંકીઓને ઠાર માર્યા છે. અસમ રાઈફલ્સના હથિયારધારી આતંકીઓ વિશે ઈન્ટેલીજન્સને ઈનપુટ મળ્યા હતા. ત્યારબાદ સશસ્ત્ર બળો તરફથી એક ઑપરેશન ચલાવવામાં આવ્યુ અને આ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.

આ એનકાઉન્ટર અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લા હેઠળ આવતા ખોંસામાં થયુ છે. આ જગ્યા અસમના તિનસુકિયાથી લગભગ 50 કિલોમીટર દૂર પૂુર્વમાં છે. આ એનકાઉન્ટરમાં એક સૈનિક પણ ઘાયલ થઈ ગયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસે છ રાઈફલ અને ભારે દારૂગોળો પણ મળી આવ્યો છે.












Click it and Unblock the Notifications
