For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં મોટી દૂર્ઘટના, ડિવાઈડર પર સૂતા છ લોકોને ટ્રકે કચડ્યા, ચાર લોકોના મોત

રાજધાની દિલ્લી સીમાપુરી વિસ્તારમાં બુધવારે સવારે લગભગ 2 વાગે એક અજાણ્યા ટ્રકે ડિવાઈડર પર સૂતા લોકોને કચડી નાખ્યા હતા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાજધાની દિલ્લી સીમાપુરી વિસ્તારમાં બુધવારે સવારે લગભગ 2 વાગે એક અજાણ્યા ટ્રકે ડિવાઈડર પર સૂતા લોકોને કચડી નાખ્યા હતા. આ કરૂણ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્લી પોલીસના જણાવ્યા અનુસાર સીમાપુરીમાં રેડ લાઈટ ડીટીસી ડેપોને પાર કરતી વખતે આ અકસ્માત થયો હતો. હાલ પોલીસે અજાણ્યા ટ્રકને શોધવાનો પ્રયાસ કરી રહી છે અને અનેક ટીમો બનાવી છે.

truck

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ 20 અને 21 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ લગભગ 02 વાગ્યે સીમાપુરીમાં ડીટીસી ડેપો રેડ લાઇટને પાર કરીને એક અજાણી સ્પીડિંગ ટ્રક ડીએલએફ ટી પોઈન્ટ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રક ડાઇવરે બેદરકારીથી રોડ પર સૂતેલા છ લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. વળી, અકસ્માતમાં ઘાયલ બે લોકોને જીટીબી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. આ તમામ દિલ્લીના સીમાપુરીના રહેવાસી છે. આ અકસ્માતમાં 52 વર્ષીય કરીમ, 25 વર્ષીય છોટે ખાન, 38 વર્ષીય શાહઆલમ અને 45 વર્ષીય રાહુલનુ મોત નીપજ્યુ હતુ. સાહિબાબાદના રહેવાસી 16 વર્ષીય મનીષ અને 30 વર્ષીય પ્રદીપ ઘાયલ થયા હતા. દિલ્લી પોલીસના જણાવ્યા અનુસાર ઘટનામાં સામેલ વાહનને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી હતી. યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

English summary
6 people sleeping on the divider crushed by a truck in Delhi, 4 dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X