બેંગલોરની સ્કૂલમાં 6 વર્ષની બાળકી સાથે રેપ, વાલીઓએ કર્યું પ્રદર્શન

કે વી શરતચંદ્રએ કહ્યું હતું કે તપાસ ચાલુ છે અને અત્યારે કોઇની ધરપકડ કરવામાં આવી નથી. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે આરોપી સ્કુલનો કર્મચારી છે. ઘટનાસ્થળ પર આક્રોશિત હજારો વાલીઓએ સ્કુલ મેનેજમેન્ટ પાસે જવાબ માંગતા કહ્યું હતું કે અસંવેદનશીલ વલણ અને માહિતી ન આપવાનો આરોપ લગાવ્યો છે. ઘટનામાં કથિત રીતે સંલિપ્તતાના લીધે કર્મચારીઓ વિરૂદ્ધ માંગ કરતાં આક્રોશિત વાલીઓએ બિલ્ડિંગમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસે તેમને સમજાવ્યા. હંગામામાં બારી કાચ તૂટી ગયા.
આક્રોશિત વાલીઓને સંબોધિત કરતાં મેનેજમેન્ટ પ્રવક્તાએ કહ્યું કે 'જો બળાત્કારનો કોઇ દોષી સાબિત થાય છે તો તેને ફાંસી પર લટકાવી દેવામાં આવે.' તેમણે કહ્યું કે સ્કુલ મેનેજમેન્ટ તપાસ અધિકારીઓની મદદ કરી રહી છે. અમે અધિકારીઓના અંતિમ નિષ્કર્ષની રાહ જોઇ રહ્યાં છીએ.












Click it and Unblock the Notifications
