મુંબઈ પુલ દૂર્ઘટનાઃ 60 સેકન્ડની રેડ લાઈટે બચાવી સેંકડો જિંદગીઓ
મુંબઈ પુલ દૂર્ઘટનામાં કુર્લા રોડ પર રેડ સિગ્નલ હતુ નહિતર આ દૂર્ઘટનામાં સેંકડો જિંદગી ખતમ થઈ શકતી હતી.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પાસે એક મોટી દૂર્ઘટના બની ગઈ જેમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા છે અને 33 લોકો ઘાયલ છે. મુંબઈના સીએસટી રેલવે સ્ટેશન પાસે એક ફૂટ ઓવર બ્રિજ પડી જવાથી ઘણા લોકો કાટમાળમાં દબાઈ ગયા હતા. આ દૂર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે સાંજના સમયે આ બ્રિજ ઉપરથી ઘણા લોકો પસાર થઈ રહ્યા હતા અને બ્રિજની ટેક્સી ઉભી હતી વળી કુર્લા રોડ પર રેડ સિગ્નલ હતુ નહિતર આ દૂર્ઘટનામાં સેંકડો જિંદગી ખતમ થઈ શકતી હતી.

રેડ લાઈટે બચાવી સેંકડો જિંદગીઓ
એક નજરે જોનારા સાક્ષી અનુસાર દૂર્ઘટનના સમયે લાલ સિગ્નલ હતુ જેના કારણે ઘણી ગાડીઓ રોકાયેલી હતી નહિતર દૂર્ઘટના વધુ મોટી થઈ શકતી હતી. તે સમયે જો 60 સેકન્ડની રેડ લાઈટ ન હોત તો આ ફૂટ ઓવર બ્રિજ નીચે ઘણી કારો, મોટર સાઈકલ અને બીજા વાહનો ગુજરી રહ્યા હોત અને તે આની લપેટમાં આવી ગયા હોત. કહેવામાં આવી રહ્યુ છે કે કુર્લા રોડના એ સિગ્નલ પર સેંકડો લોકો હાજર હતા. બીજી તરફ બ્રિજની નીચે એક ટેક્સી ઉભી હતી અને અમુક લારીવાળા હતા.

આ દૂર્ઘટનામાં 6 લોકોના મોતના સમાચાર
અત્યાર સુધી આ દૂર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે અને 33 લોકો ઘાયલ થયા છે. આ ફૂટઓવર બ્રિજ સીએસટી પ્લેટફોર્મ નંબર 1ની ઉત્તર તરફ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા બિલ્ડિંગ પાસે બીટી લેન સાથે જોડાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યુ અને તેમણે ઘોષણા કરી કે મૃતકના પરિજનોને 5 લાખ અને ઘાયલોને 50000 રૂપિયાની મદદ કરવામાં આવશે. હાલમાં કાટમાળ હટાવવાનું કામ બીએનસી દ્વારા પૂરુ કરવામાં આવી ચૂક્યુ છે. જો કે આ રૂટનો ટ્રાફિક હજુ પણ બંધ છે.

ફૂટ ઓવર બ્રિજ દૂર્ઘટનામાં 33 લોકો ઘાયલ
તમને જણાવી દઈએ કે આ પહેલા સપ્ટેમ્બર 2017માં પણ આ રીતની દૂર્ઘટનાએ મુંબઈને હલાવીને રાખી દીધુ હતુ. 29 સપ્ટેમ્બર 2017ના રોજ મુંબઈના પરેલ વિસ્તારમાં એલફિન્સ્ટન રેલવે સ્ટેશન પર બનેલા ફૂટ ઓવર બ્રિજ અચાનક પડી ગયુ હતુ. દૂર્ઘટનામાં 23 લોકોના મોત થઈ ગયા હતા. તે દૂર્ઘટના વિશે રેલવેએ સફાઈ આપી હતી કે વરસાદથઈ બચવા માટે એફઓબી પર ભારે ભીડ જમા થઈ ગઈ હતી અને અફવાના કારણે ત્યાં ભાગદોડ થઈ ગઈ હતી.












Click it and Unblock the Notifications
